<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પોલીસ વ્‍યવસ્‍થામાં આર્ટીફીશ્‍યલ ઈન્‍ટેલીજન્‍સ ‘એઆઈ'નો ઉપયોગ થશે : અમિતભાઈ

ગાંધીનગર : ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ હતું કે સામનો ભારતે કર્યો છે.

પડકારને ધ્‍યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે.આગામી ૧૦ વર્ષમાં ભારતની સિસ્‍ટમ્‍સ સૌથી આધુનિક હશે.આંકડાથી કયારેય સફળતા નથી મળતી.૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્‍યા.૧૫૦ વર્ષ જૂના કાયદા સરકારે બદલાવ્‍યા જે અંગ્રેજોએ બનાવ્‍યા હતા.નવા ૩ કાયદા નાગરીકોના અધિકારોને ધ્‍યાનમાં રાખી બનાવ્‍યા છે. આ કાયદામાં ટેકનોલોજીની તમામ વ્‍યવસ્‍થાનો સમાવેશ કર્યો છે. ઝડપી ન્‍યાય મળે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરી છે. આર્ટીફીશ્‍યલ ઈન્‍ટેલીજન્‍સ ‘એઆઈ'નો ઉપયોગ પોલીસ વ્‍યવસ્‍થામાં કેવી રીતે થાય તેના પર કામ ચાલુ છે. જાણકારો સાથે બેઠક કરી આગળ વધશે.

દેશે કરી એકવાર વિચારવાનો સમય આવી ગયો છે. દેશની આંતરીક સુરક્ષા મજબૂત કરવાની છે. આપણે આશ્ચર્ય જનક સફળતાઓ પ્રાપ્‍ત કરી છે. આપણે દુનિયામાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બન્‍યા છીએ. જમ્‍મુ કાશ્‍મીરમાં સફળતાપૂર્વક મતદાન થયુ છે તેમ પણ અમિતભાઈએ ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યુ છે.

 

(3:38 PM IST)