<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ફિલાવિસ્ટા-2024” :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે દાંડી કુટીર, ખાતે ગાંધીનગર પોસ્ટલ ડિવીઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શનનો કરાવ્યો શુભારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી

“ગાંધીનગરમાં સ્થાપત્ય કલા” થીમ આધારિત પોસ્ટલ કવરનું અનાવરણ સંપન્ન : વિશિષ્ટ અને દુર્લભ પોસ્ટલ સ્ટેમ્પ્સ કલેક્શનનું આ રસપ્રદ પ્રદર્શન બે દિવસ સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે

રાજકોટ તા.૧૯ : ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શન – “ફિલાવિસ્ટા-2024”નો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે શુભારંભ કરાવ્યો હતો. દાંડી કુટીર, ગાંધીનગર ખાતે આયોજિત આ બે દિવસીય પ્રદર્શનના શુભારંભ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા આમંત્રીતોએ આ વિશિષ્ટ અને દુર્લભ પોસ્ટલ સ્ટેમ્પ્સના રસપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. 

પ્રદર્શનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝનના “ફિલાવિસ્ટા-2024” અંતર્ગત “ગાંધીનગરમાં સ્થાપત્ય કલા” થીમ આધારિત વિશેષ પોસ્ટલ “સ્પેશિયલ”  કવરનું અનાવરણ પણ અનાવરણ કર્યું હતું. 

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર  મીરાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકર અને ઉત્તર ગુજરાત ઝોનના પોસ્ટ માસ્ટર જનરલ ક્રિષ્ના કુમાર યાદવ સહિત પોસ્ટલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદર્શનના ઉદ્ઘાટન પહેલા દાંડી કુટીર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન નાગરીકો માટે તા. ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ થી ૬.૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સના એક વિશેષ કલેક્શન નિહાળવાની અનોખી તક પુરી પાડશે.

(3:47 PM IST)