તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 20th November 2024
દાહોદમાં KYCને લઈને લોકોને ભારે હાલાકી: કડકડતી ઠંડીમાં રાત્રે તાલુકા પંચાયત બહાર ઉંઘવા લોકો મજબૂર
KYCની મંદ ગતિની કામગીરીથી જનતા પરેશાન: રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં KYC કરાયું છે ફરજિયાત

દાહોદ તાલુકા પંચાયત (Dahod Taluka Panchayat) ખાતે KYC માટે રાત્રે લોકોની લાંબી લાઈનો લાગી હતી. કડકડતી ઠંડીમાં લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં KYC ફરજિયાત કરાયું છે અને તેના માટે પુરતી વ્યવસ્થા ના હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
દાહોદતાલુકા પંચાયતમાં આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની કામગીરી અને KYCની કામગિરી માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને તેમની સરકારી કામગિરી કરાવવા માટે તાલુકા પંચાયતની કચેરી બંધ હોય ત્યારે પણ પોતાનો નંબર જલ્દી આવે તે માટે લાઇનો લગાવવી પડે છે.
દાહોદ તાલુકા પંચાયત ખાતે KYC માટે રાત્રે લોકોની લાંબી લાઈનો લાગી હતી.આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની કામગીરી અને KYC માટે લોકો મોડી રાતથી જ લાઈનો લગાવીને બેઠા હતા. કડકડતી ઠંડીમાં પણ લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા હતા.તો બીજી તરફ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
લોકોએ પોતાના પગરખાં મુકીને લાઇન બનાવી હતી. રાત્રે 11 વાગ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના લોકો તો આવી કડકડતી ઠંડીમાં પણ તાલુકા પંચાયતની બહાર સુતેલા જોવા મળ્યા હતા. KYCની મંદ ગતિની કામગીરીથી જનતા પરેશાન થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં KYC ફરજિયાત કરાયું છે
નવાઇની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી દાહોદમાં આ સ્થિતિ છે અને સ્થાનિક તંત્રની ઢીલી નીતિનો સ્થાનિકો ભોગ બની રહ્યા છે. લોકોએ બંધ કરાયેલા આધારકેન્દ્રો પુનઃ શરૂ કરવા માગ કરી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
