News of Thursday, 21st November 2024
દેડીયાપાડાની વિનયન કોલેજનું પોતના કર્મચારી સાથે ઓરમાયું વર્તન :નિવૃત્ત કર્મચારીનાં તફાવતનાં નાણાં આપવામાં વિલંબ
અલગ અલગ પત્રો કરી ધક્કે ચઢાવી, કર્મચારીને હેરાન કરતા હોવાનો નિવૃત્ત કર્મચારીનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડીયાપાડાની સરકારી વિનયન કોલેજ દ્વારા પોતાના જ કર્મચારી સાથે ઓરમાયું વર્તન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જે સંસ્થામાં 33 વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી જિંદગીના 33 વર્ષ આપ્યા એવા બાબુભાઈ પુવાર 30 જૂન 2020માં નિવૃત્ત થયા હવે સંસ્થાએ નાણાં ચુકવણીનો વારો આવ્યો ત્યારે આં કોલેજના નિવૃત્ત કર્મચારીને પેન્શન માટે ધક્કે ચઢાવી પેન્શન આપ્યું અને તેમના તફાવત નાં નાણાં માટે પણ ચકડોળે ચઢાવ્યા, હવે આ કર્મચારી પોતાના છઠ્ઠા પગાર પંચના મળવાપાત્ર નાણાં માટે ધક્કા ખાય છે. કર્મચારી નિવૃત્તિ પછી પણ 4 વર્ષથી ધક્કા જ ખાય છે.
છઠ્ઠા પગાર પંચ નું સ્ટીકર જે ગાંધીનગર થી આવવું જોઈએ એ આવ્યા ને 4 વર્ષ થયા આં કર્મચારી 4 વર્ષથી ધક્કા ખાય છે. ત્યારે કોલેજ તરફથી હવે છઠ્ઠા પગાર પંચ ના નાણા ક્યારે મળશે એ જોવું રહ્યું.
આ બાબતે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ પુવારે જણાવ્યું હતું કે મારી ફરજ દરમ્યાન મે બાળકો શોધી ને આં કોલેજ માં વિદ્યાર્થીઓ કર્યા કોઈને એક ધક્કો ખવડાવ્યો નથી અને જ્યારે આજે મારે જરૂર પડી તો ક્લાર્ક ની અણઆવડત અને પ્રિન્સિપાલ નાં અસહકાર થી આજે પણ હું ધક્કા ખાવ છું. અને છઠ્ઠા પગારપંચના નાણાં માટે અનેક રજુઆત કરી પણ અત્યાર સુધી દેડીયાપાડા પેટા તિજોરી કચેરીમાં બિલ મોકલ્યું નથી. 17 ઓકટોબર 24 નાં વાંધા હેઠળ નું બિલ પેટા તિજોરીમાં મોકલવાનું હતું. પણ તે મોકલેલ નથી.
કોલેજના આચાર્ય અનીલાબેનએ આ મુદ્દે જણાવ્યું કે એમને નિવૃત્તિનો મેટર એમને આપવાનો છે અમે એ માટે એમને બે વખત પત્ર દ્વારા જાણ કરી છે પરંતુ તેમણે આ લેટર આપ્યો નથી, હવે તિજોરી વિભાગ વાળાએ આ લેટર માંગ્યો છે તો એ આપે તો એમના નાણાં નિકળે એમ છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
