ઓપરેશન સિંદૂરમાં : ૧૦૦ આતંકવાદી ઠાર, ૯ કેમ્પ તબાહ : પાકિસ્તાનના ૩૦-૪૦ સૈનિકો પણ માર્યા ગયા : લાહોર - ગુજરાંવાલામાં વાયુસેનાનો સચોટ હુમલો : સેનાની પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા : જુઓ વિડિયો : ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જ યુદ્ધવિરામની વાતચીત : એનએસએ કે વિદેશ મંત્રી સ્તરે કોઈ મંત્રણા નહીં : વાયુસેનાએ આતંકવાદીઓના ગઢ બહાવલપુર અને હાફિઝ સઈદના મુરીદકેને પણ ધ્વસ્ત કર્યા : પાકિસ્તાને નાગરિકોને ઢાલ બનાવ્યાનો આરોપ7:47 PM IST
પ્રેસ કોન્ફરન્સમાં એર માર્શલ એ.કે. ભારતીનો મોટો ખુલાસો : ભારતીય વાયુસેનાનો પાકિસ્તાનનાં કિરાના હિલ્સ પર સૌથી મોટો બોમ્બમારો : પરમાણુ હથિયારોનો ભંડાર અને અનેક પાકિસ્તાની ફાઇટર જેટ્સ ધ્વસ્ત : પાકિસ્તાનના વ્યૂહાત્મક હથિયારોના કેન્દ્ર પર ચેતવણીરૂપ હુમલો : તમામ ભારતીય પાઇલોટ સુરક્ષિત : અનેક પાકિસ્તાની જેટ્સ તોડી પડાયાની પુષ્ટિ8:05 PM IST
નવા પોપ લિયો XIV નો વિશ્વને શાંતિનો સંદેશ : ભારત-પાક યુદ્ધવિરામનું ઉષ્માભર્યું સ્વાગત : યુક્રેન અને ગાઝામાં પણ તાત્કાલિક શાંતિ અને બંધકોની સલામત મુક્તિ માટે પ્રાર્થના : વેટિકનથી અપાયેલા પ્રથમ રવિવારના સંદેશમાં પોપે વિશ્વની મહાસત્તાઓને યુદ્ધથી દૂર રહેવા આહ્વાન કર્યું : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાની આશા વ્યક્ત કરી : યુક્રેન અને ગાઝામાં માનવતાવાદી સંકટને ધ્યાનમાં રાખીને શાંતિ માટે વિશેષ અનુરોધ12:06 AM IST
કતાર પાસેથી ટ્રમ્પને મળશે ભવ્ય બોઇંગ ૭૪૭-૮૦૦ વિમાન : એર ફોર્સ વન તરીકે વપરાશે : રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી પણ ખાનગી ઉપયોગની યોજનાથી નૈતિક પ્રશ્નો ઉભા થયા : કતારના શાહી પરિવાર તરફથી લાખો ડોલરના વૈભવી વિમાનનું દાન : એર ફોર્સ વન તરીકે અપગ્રેડ થશે : સરકારી વકીલોએ બંધારણીય ભેટ કલમના ઉલ્લંઘનનો ઇનકાર કર્યો, પરંતુ નૈતિક મુદ્દાઓ પર ચર્ચા ચાલુ9:46 PM IST
ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે ‘પ્રોજેક્ટ હોમકમિંગ’: અમલ માટે નવા ૨૦,૦૦૦ અધિકારીઓની ભરતીના હુકમો : ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ) પાસે હાલમાં ૨૧,૦૦૦ કર્મચારીઓ છે, જેમાંથી ૬,૧૦૦ દેશનિકાલ અધિકારીઓ અને ૭૫૦ એન્ફોર્સમેન્ટ રિમૂવલ આસિસ્ટન્ટ્સછે: પરંતુ ટ્રમ્પની નીતિને અમલમાં મૂકવા આ સંખ્યા પૂરતી નથી8:41 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે8:05 PM IST
પાકિસ્તાનના યુદ્ધવિરામ ભંગનો જડબાતોડ જવાબ આપવા સેના પ્રમુખે કમાન્ડરોને સંપૂર્ણ સત્તા સોંપી : ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના આતંકવાદી માળખાનો સફાયો : અનેક એરબેઝ અને લશ્કરી સ્થાપનો ધ્વસ્ત : અમેરિકાની દરમિયાનગીરીથી યુદ્ધવિરામ છતાં પાકિસ્તાન દ્વારા LoC પર ઉલ્લંઘન : ભારતે આતંકવાદી કેન્દ્રો પર કરેલા વ્યાપક હુમલાઓ બાદ યુદ્ધ જેવી સ્થિતિ : સેના પ્રમુખે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કમાન્ડરોને તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી7:36 PM IST
ત્રણ કલાકનું સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાનને ખૂબ ભારે પડ્યું: ભારતીય સૈનિકોની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને ૧૬ સૈનિકો, ૮ ફોરવર્ડ બંકર અને ૬ ચોકીઓ ગુમાવી: ભારતીય પક્ષને પણ થોડું નુકસાન થયું : ભારતીય સરહદી વિસ્તારોમાં અશાંતિ ફેલાવવા પાકિસ્તાને આ ઉલ્લંઘન દરમિયાન ભારે હથિયારો અને ડ્રોનનો ઉપયોગ કર્યો, પણ ભારતીય સેનાએ અદ્યતન ટેકનોલોજી અને રણનીતિનો ઉપયોગ કરીને હુમલાઓને નિષ્ફળ કર્યા: નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખે અને અફવાઓથી દૂર રહે:પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર એકસાથે અનેક મોરચા ખોલ્યા હતા. ભારતીય સેનાએ આનો કડક જવાબ આપ્યો1:27 PM IST
ચિનાબ નદીમાં ફરી પાણીનો પ્રવાહ વહ્યો: ભારત-પાકિસ્તાન સીઝફાયર બાદ ચિનાબનું પાણી પાકિસ્તાન તરફ વહેવા લાગ્યું: સલાલ અને બગલિહાર ડેમના દ્વાર ખોલાયા, ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધ્યું: પરંતુ પાકિસ્તાનમાં પૂરની આશંકા: ન્યુઝફર્સ્ટ : પહલગામ આતંકી હુમલા બાદ ઇન્ડસ વોટર ટ્રીટી (આઇડબલ્યુટી) સ્થગિત કરીને ગયા અઠવાડિયે ડેમના દ્વાર બંધ કરી દીધા હતા, જેનાથી પાકિસ્તાનમાં ચિનાબ નદીનું પાણી નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું: શનિ –રવિવારે દ્વાર ખોલવામાં આવ્યા બાદ પાણીનો પ્રવાહ પુનઃસ્થાપિત થયો: આ નિર્ણય સીઝફાયર કરારનો ભાગ છે કે નહીં, તે અંગે સત્તાવાર પુષ્ટિ બાકી2:05 PM IST
'ભારતે જીતના જડબામાંથી હાર છીનવી લીધી...', પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પર નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ કહ્યું : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા અણધાર્યા યુદ્ધવિરામથી ઘણા લોકોને આઘાત લાગ્યો છે. પ્રખ્યાત ભૂ-રાજકીય નિષ્ણાત બ્રહ્મા ચેલ્લાનીએ પણ સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ભારત જીતના ઉંબરે હતું પણ અંતે નિરાશ થવું પડ્યું.11:19 AM IST
ગુગલને આ કારસ્તાની કરવાનું ભારે પડ્યું: અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકારાયો: ૧૧,૭૪૦ કરોડ ચૂકવવા પડશે : ટેક્સાસ રાજ્યે ગુગલ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો: ગુગલ ગુપ્ત રીતે લોકોની વ્યક્તિગત માહિતી એકત્રિત કરી રહ્યું છે: આ મામલાને સમાપ્ત કરવા માટે, ગુગલ ટેક્સાસ રાજ્યને ઘણા પૈસા ચૂકવવા સંમત થયું5:51 PM IST
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પર જમાત-એ-ઈસ્લામી હિન્દે કર્યું સ્વાગત : બહાર પાડ્યું નિવેદન : જમાતના પ્રમુખે કહ્યું, 'અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ.' આ એક સકારાત્મક અને ખૂબ જ જરૂરી વિકાસ છે જે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે આશાનું કિરણ આપે છે 5:45 PM IST
'આપણે યુદ્ધ જીતી ગયા,' પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ જનતાને ખુશ કરવા માટે જૂઠાણાના નેતા બન્યા : પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોએ 'ઓપરેશન સિંદૂર' માટે પીએમ મોદી અને સેનાનો આભાર માન્યો અને આતંકવાદનો અંત લાવવાની માંગ કરી. તેમણે સરકારના પ્રયાસો પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે સેનાની કાર્યવાહી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે.4:35 PM IST
૧પ વર્ષ પહેલા શરૂ થયેલ આકાશ સિસ્ટમ્સ આજે ભારતની સુરક્ષાનું પ્રતિક બની ગયું છેઃ ડો. રામારાવ અને તેમની ટીમનું યોગદાન માત્ર ભારત માટે નહિ પણ વિશ્વ રક્ષા માટે એક મિસાલ છે : ડો. રામારાવ કહે છે ભારતની મિસાઇલો સસ્તી, ઉપયોગમાં સરળ અને ઉત્તમ પ્રદર્શનવાળી છે, એટલા માટે દુનિયાભરમાં તેની માંગ વધી રહી છેઃ ડો. એ.પી. જે. અબ્દુલ કલામે આકાશ પ્રોજેકટનું નેતૃત્વ ડો. રામારાવને સોંપ્યું હતું3:52 PM IST
દગાખોર પાકિસ્તાનને આપવામાં આવેલ જવાબ ‘બુધ્ધિશાળી અને સંતુલિત’: કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પીએમ મોદીની યુધ્ધની નીતિની પ્રશંસા કરી : ચિદમ્બરમે લશ્કરની કાર્યવાહીને ‘કાયદેસર અને લક્ષ્ય-લક્ષી’ ગણાવી, ભારતે નાગરિક, વિસ્તારો કે પાક. સેના પર સીધો હુમલો ન કર્યો તેની પ્રશંસા કરી, આતંકી સંગઠનોમાં નવા નેતૃત્વનો વિકાસ કરાવની ક્ષમતા છે અને આઇએસઆઇને પણ તેનો ટકો છે3:32 PM IST
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને ભારત પર તોપમારો અને હુમલા ચાલુ છે ત્યારે આ સ્થિતિમાં 'લોકોએ હાલ સરહદી ગામડાઓમાં ન જવું જોઈએ', જમ્મુ કાશ્મીર પોલીસની સલાહ : રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરીથી જમ્મુ-કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ડ્રોન હુમલા કર્યા. ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો2:50 PM IST
'કાશ્મીર મુદ્દા' પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઉત્સુકતા દર્શાવી : જ્યાં સુધી કાશ્મીર મુદ્દાનો સવાલ છે, ભારતની રાજ્ય નીતિ એ છે કે અમે કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનું સ્વાગત કરતા નથીઃ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદેની પ્રતિક્રિયા2:41 PM IST
ખેડૂત નોંધણી ન કરાવનારા ૨.૩૮ લાખ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના લાભોથી વંચિત રહે તેવી શકયતાઃ ૧૫ મે પછી, કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૦મો હપ્તો જાહેર કરશે : જિલ્લામાં 2.62 લાખ ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવીઃ સરકારે ખેડૂત રજિસ્ટ્રી ફરજિયાત બનાવી છે જે ખેડૂતોને લોન વીમા અને આપત્તિ રાહતમાં સુવિધા આપશે.2:31 PM IST
આ ભારતની જીત છે... યુદ્ધવિરામ પર નેતાઓએ ખુશી વ્યક્ત કરી : જાણો શશી થરૂર, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓની પ્રતિક્રિયા : આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું, 'ઇતિહાસમાં, ભારત ક્યારેય યુદ્ધ ઇચ્છતું નથી, યુદ્ધ હંમેશા આપણા પર લાદવામાં આવ્યું છે. પરંતુ જ્યારે પણ આપણે યુદ્ધ લડ્યા છીએ, ત્યારે આપણે બહાદુરીથી લડ્યા છીએ9:38 PM IST
પ્રથમ અમેરિકન પોપ લીઓએ સંકેત આપ્યો કે તેઓ સદગત ફ્રાન્સિસને નજીકથી અનુસરશે : કૃત્રિમ બુદ્ધિ (AI) માનવતા માટે પડકાર : નવા પોપે સભાને સંબોધતા કહ્યું. "ચાલો આપણે સેવા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને જીવનની સરળતાનો કિંમતી વારસો અપનાવીએ અને શ્રદ્ધામાંથી જન્મેલી એ જ આશાથી પ્રેરાઈને પ્રવાસ ચાલુ રાખીએ."10:07 PM IST
વ્હાઇટ હાઉસે હેગસેથના ચીફ ઓફ સ્ટાફ રિકી બુરિયાની પસંદગીને નકારી કાઢી, જેમણે ટ્રમ્પ અને વાન્સને ગણાવ્યા હતા 'મૂર્ખ' અને 'પાગલ,' : ટ્રમ્પ વ્હાઇટ હાઉસે તાજેતરમાં બુરિયાને તેમના ટોચના સલાહકાર બનાવવાની હેગસેથની વિનંતીને નકારી કાઢી હોવા છતાં, તેઓ સંરક્ષણ સચિવના જમણા હાથના માણસ તરીકે ચાલુ રહ્યા છે : ગયા મહિને ત્રણ ટોચના સહાયકોને બરતરફ કર્યા હતા,10:07 PM IST
પોપ લીઓ XIV નો ભાઈ સાથેનો ખૂબ જ લાગણીભર્યો પહેલો ફોન કોલ કેમેરામાં કેદ થયો: 'તમે તમારા ફોનનો જવાબ કેમ નથી આપતા?' : 69 વર્ષીય પોપના મોટા ભાઈ જોન પ્રીવોસ્ટ ગુરુવારે તેમના ન્યૂ લેનોક્સ, ઇલિનોઇસ સ્થિત ઘરે એસોસિએટેડ પ્રેસના પત્રકાર ઓબેદ લેમીને મુલાકાત આપી રહ્યા હતા ત્યારે અચાનક તેમને ખ્યાલ આવ્યો કે આઈપેડ પર રોમમાંથી તેમના ભાઈના ઘણા બધા મિસ્ડ કોલ હતા!10:07 PM IST
તપાસકર્તાઓએ ઉત્તર ન્યૂ યોર્કની વિમાન દુર્ઘટનાની અંતિમ ક્ષણોની વિગતો આપી જેમાં ભૂતપૂર્વ કોલેજ ફૂટબોલ સ્ટાર અને પરિવારના થયા હતા મૃત્યુ : પ્રારંભિક અહેવાલમાં ક્રેશનું ચોક્કસ કારણ મળ્યું ન હતું : વિમાનના તમામ મુખ્ય ઘટકો 150 ફૂટના કાટમાળના ક્ષેત્રમાં મળી આવ્યા હતા અને તે સમયે તે વિસ્તારમાં કોઈ ગંભીર હવામાન સમસ્યાઓ નહોતી.10:08 PM IST
દેશભરમાં હાઈ એલર્ટ : પંજાબ, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ : પાકિસ્તાનના પેશાવરમાં એરફોર્સ બેઝ પર ડ્રોન હુમલાના અહેવાલ : એક ચાર્ટર ફ્લાઈટ અચાનક દુબઈથી કરાચી તરફ ઉપડી! (ન્યૂઝફર્સ્ટ) : નાંગલ, નવાંશહર, જમ્મુ, કાશ્મીર અને પંજાબના મોગામાં સંપૂર્ણ બ્લેકઆઉટ : કચ્છના નલિયામાં ૮-૧૦ ડ્રોન દેખાયા : સરહદો પર અચાનક વધી ગતિવિધિઓ : પેશાવરમાં પાકિસ્તાની એરફોર્સ બેઝ પર ડ્રોન હુમલાના સમાચાર10:21 PM IST
પહલગામ આતંકવાદી હુમલા પર છેડાયેલા ભારત-પાક 100 કલાકના મિસાઇલ અને ડ્રોન યુદ્ધની સમયરેખા : 7 મે થી 10 મે : ભારત-પાક દુશ્મનાવટનો રાઉન્ડ 20 દિવસ પહેલા 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે શરુ થયો, જેમાં 26 લોકો માર્યા ગયા: 7 મે ની વહેલી સવારે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા સચોટ હુમલાઓ કર્યા.10:58 PM IST
અદાણી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી ઉત્તર પ્રદેશને 1,500 મેગાવોટ વીજળી પ્રતિ યુનિટ રૂ. 5.383 ના અત્યંત સ્પર્ધાત્મક ટેરિફ પર સપ્લાય કરશે : ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણને લીધે યુપીમાં થર્મલ પાવરની માંગ 2033-34 સુધીમાં 11,000 મેગાવોટની વૃદ્ધિ થવાની ધારણા : 1,500 મેગાવોટનો ઓર્ડર તે માંગને પહોંચી વળવા માટે સરકારની પહેલનો એક ભાગ11:14 PM IST
યુરોપિયન નેતાઓ યુક્રેન સાથે એકતા દર્શાવવા માટે કિવની મુલાકાતે : 30 દિવસના યુદ્ધવિરામ માટે રશિયા પર દબાણ : બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે રાજધાની કિવ ખાતે ચારેય નેતાઓ અને ઝેલેન્સ્કી સાથે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "અમે બધા પુતિનને બોલાવી રહ્યા છીએ, જો તેઓ શાંતિ પ્રત્યે ગંભીર છે, તો તેમની પાસે હવે તે બતાવવાની તક છે."11:44 PM IST
સ્પેનમાં બાર્સેલોનાથી 48 કિલોમીટર દક્ષિણમાં વિલાનોવા ઇ લા ગેલ્ટ્રુમાં આગ પછી ફેલાયેલા ઝેરી વાદળોએ 160,000 લોકોને ઘરમાં રહેવાની ફરજ પાડી : ક્લોરિનમાં આગ લાગવી ઓછું સંભવિત છે, પરંતુ જ્યારે તે લાગે છે ત્યારે તેને બુઝાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે-ઔદ્યોગિક મિલકતના માલિક, જોર્જ વિનુએલેસ એલોન્સોએ જણાવતા કહ્યું કે આગનું કારણ લિથિયમ બેટરી હોઈ શકે છે.11:59 PM IST
ઓપરેશન સિંદૂરથી યુદ્ધવિરામ સુધી: આતંકની કમર અને પાકિસ્તાનનું મનોબળ તૂટી ગયું: જાણો ભારતે શું મેળવ્યું અને પાકિસ્તાને શું ગુમાવ્યું : ભારતે સાઉદી અરેબિયાને સ્પષ્ટ કહ્યું કે ભારત તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહ્યું છે ભારતનું આ પગલું ઉશ્કેરણીજનક નથી પરંતુ જો પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરાશે તો તેનો ખૂબ જ કડક જવાબ આપશે.12:32 AM IST
ઉત્તરાખંડમાં હવામાનમાં પલટો :પર્વતો પર બરફવર્ષા, દુધલી રોડ પર ભારે કાટમાળ: ઋષિકેશમાં બીન નદીમાં પૂર : અનેક વાહનો ફસાયા : દોઇવાલાના દુધલી રોડ પર કાટમાળને કારણે લાંબો ટ્રાફિક જામ:ઋષિકેશમાં, બીન નદી ઓવરફ્લો થવાને કારણે ઘણા વાહનો ફસાઈ ગયા: પિથોરાગઢ જિલ્લામાં પણ ઊંચા શિખરો પર વરસાદ અને હિમવર્ષા 1:06 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા કમલમ ખાતે બીજેપી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન : 300 થી વધુ યુનિટ એકત્રિત થયા : પ્રદેશની સૂચનાથી આ કપરી સ્થિતિમાં લોહીની જરૂરત પડે તે માટે નર્મદા બીજેપી, રેડક્રોસ સોસાયટી, સિવિલ હોસ્પિટલ બ્લડ સેન્ટર દ્વારા આયોજન :વીએચપીના કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશમાં ઇમરજન્સી સમયે લોહી ની જરૂરિયાતને પહોંચી વળવા યોગદાન આપ્યું12:23 AM IST
નર્મદામાં પત્રકાર તરીકેની ઓળખ આપી રૂ.2.30 લાખ પડાવનાર બે શખ્સોના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : અબુ મુલ્લા તથા ખાલીદ શેખ નામના ઇસમો પકડાતા પોલીસે કોર્ટમાં રજુ કરી 07 દિવસના રિમાન્ડની માંગણી કરી: તોડબાજીમાં સાથ આપનાર ત્રીજો વ્યક્તિ ભદામ ટેકરાનો રહેવાસી ધમો હજુ પોલીસના હાથે લાગ્યો નથી12:24 AM IST
11 મે, આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ: ગુજરાતની નમો શ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય : નમો શ્રી યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી:ગુજરાતમાં માતૃ મૃત્યુ દર 2011-2013માં 112થી ઘટીને 2020માં 57 થયો, 50%નો ઘટાડો:રાજ્યએ 99.97% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન હાંસલ કર્યું: PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ12:15 PM IST
રાજકોટમાં ફટાકડા ફોડવા જેવી બાબતમાં બોલાચાલી બાદ હત્યા:મવડી મારૂતિનંદન નગરમાં બનાવ : અજીતભાઈ સિંઘવની હત્યા, પુત્ર કૃપાલ સિંધવને ઇજા, માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે.એમ. કૈલા, પીએસઆઇ એ.એ. બ્લોચ સહિતે ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો1:23 PM IST
શ્રી સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી... : પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના, 11 મે 1951 ના રોજ કરવામાં આવેલ પ્રથમ શૃંગારની પ્રતિકૃતી સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર કરાયો : સાયમ આરતી પૂર્વે મહાશ્રૃંગાર અને દીપમાળા કરવામાં આવશે..1:52 PM IST
દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોરે મન્સૂર અલી ખાન પટૌડી સાથેના લગ્ન વખતે શા માટે અપનાવ્યો હતો ઇસ્લામ અને બદલ્યો હતો પોતાનો ધર્મ, પુત્રી સબા અલી ખાને ખોલ્યા મોટા રહસ્યો : સબા અલી ખાને એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમની માતા શર્મિલા ટાગોરે કઈ પરિસ્થિતિ અને કાયદાકીય મજબૂરી હેઠળ ધર્મ પરિવર્તન કર્યું હતું અને તેની કારકિર્દી પર શું અસર થઈ હતી.6:44 PM IST

























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































