<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિટી ગોલ્ડ થિયેટરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને જોવા માટે પહોચ્યા

ફિલ્મ જોવા માટે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત બોલીવૂડ એક્ટર જીતેન્દ્ર પણ ગયાં

અમદાવાદ: ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ હાલ ઘણી જ ચર્ચામાં છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ આ ફિલ્મના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ  પટેલ પણ આ ફિલ્મને નિહાળવા માટે થિયેટરમાં ગયા હતા. જેમાં તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલીવૂડના જાણીતા એક્ટર જિતેન્દ્ર પણ જોવા મળ્યા હતા.

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમામાં મુખ્યમંત્રી આ ફિલ્મ નિહાળવા પહોંચ્યા હતા. જેમાં તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલીવૂડના એક્ટર જિતેન્દ્ર પણ હતા. સાથે જ ભાજપના મોટા નેતાઓ પણ તેમની સાથે આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ‘કાશ્મીર ફાઈલ’ અને ‘કેરલા સ્ટોરી’ જેવી જ આ ફિલ્મ છે. જેમાં સત્ય બહાર આવ્યું છે. લોકોને ફિલ્મ થકી ખબર પડશે કે ખરેખર શું થયું હતું.

અગાઉ આ ફિલ્મને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ફિલ્મને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ‘X’ પર માહિતી આપતા કહ્યું છે કે, સારું છે કે સત્ય બહાર આવી ગયું. જેથી સામાન્ય માણસ પણ આ સત્યને જાણી શકશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ખોટી વાત મર્યાદિત સમય માટે જ હોય છે. અંતે તો હકીકત બહાર આવીને જ રહે છે.

 

વધુમાં આ ફિલ્મને લઈને પીએમ મોદીએ એવું પણ કહ્યું કે ફેક નેરેટિવ મર્યાદિત સમય માટે જ ચાલી શકે. અંતે હકીકત તો હંમેશા બહાર આવશે. 2002માં ગુજરાતમાં થયેલ ગોધરા ટ્રેન દુર્ઘટના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. સૌથી મોટી વાત તો એ છે કે નિર્માતાઓ દ્વારા આ ફિલ્મને સ્ક્રીન પર દર્શાવવાની હિંમત દેખાડવામાં આવી છે. ફિલ્મમાં ખાલી તે સમયે જે ઘટના બની હતી તેને દર્શાવવામાં આવી છે તેવું નથી. જો તમે ફિલ્મનું ટ્રેલર પણ જોશો તો આ ફિલ્મની વાર્તાને ઉંડાઈપૂર્વક બતાવવામાં આવી છે.


 

(12:57 AM IST)