News of Thursday, 21st November 2024
હાડોહાડ બંધાણીઓને પોતાના હૃદય પર રોલર ફર્યા જેવો આઘાત લાગી ગયો
અઢી કરોડના દારૂના નિકાલનો વિક્રમ પછી વધુ ૫૦ લાખનાં દારૂનો નિકાલ. અમદાવાદની રસપ્રદ ઘટના : એસીપી પ્રદીપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા ઇન્ચાર્જ સીપી અજય ચોધરી, સેકટર હેડ નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેનિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની પરંપરા આગળ વધી

રાજકોટ તા.૨૧ : ભારતીય બનાવટના વિદેશી દારૂના ધંધાઓ પર આકરી કાર્યવાહી કરવાના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નીરજ બડ ગુજ્જરનાં આદેશ અંતર્ગત સીપી રજા પર જતા ઇન્ચાર્જ સીપી અજય ચોધરી દ્વારા પણ દારૂની હેરફેર સામે નાકાબંધી, દરોડા સહિતની કાર્યવાહી ચાલુ રાખવા આપેલ સૂચના મુજબ ડીસીપી રવિ સનીના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝનનાં એસીપી પ્રદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા અધધ રકમના દારુનો નિકાલ કરવા કોર્ટનો પરવાનગી મેળવી નિકાલ કાર્યવાહી કરવા રોડ રોલર ફેરવેલ તે સમયે ઘણા હાડો હાડ બંધાણીઓ જેવો લોકોની બોડી લેન્ગવેજ પરથી તેઓનાં હૃદય પર રોલર ફરતું હોય તેવી પીડા થતી હોય તેવું અનુભવી પોલીસ અધીકારીઓને અહેસાસ થયો હતો, અમુકની ચકાસણી કરેલ પણ તે સમયે પબ્લિકના કોઈ પીધેલ જણાયેલ નહીં.
ઉપરોકત કાર્યવાહી સમયે એસડીએમ વસંતકુંવરબા, નશાબંધી અધિક્ષક આર.આર. ઠાકોર તથા ઝોન ૬ વિસ્તારના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહી આ કાર્યવાહી પારદર્શી થાય તેવા ઙ્કયત્નો સફળ બનાવેલ.
ગુન્હાની વિદેશી દારૂની બોટલ નંગ ૨૫,૫૮૭ કુલ કિંમત રૂ. ૪૯,૮૩,૪૭૮/- ના વિદેશી દારૂનું રોલર ફેરવી અને નારોલ વિસ્તારમાં ચોસર ગામના સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો. અમદાવાદ શહેરના ઝોન ૦૬ વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલ અને નાશ કરવામાં આવેલ આશરે ૨૮૬ કેસોના ૨૫૫૦૦ જેટલી વિદેશી દારૂની કુલ કિંમત આશરે અડધો કરોડ થવા જાય છે. આ પહેલા ગયા વર્ષે તા. ૧૦.૧૨.૨૦૨૩ ના રોજ ઝોન ૦૬ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે બે કરોડ સાઈંઠ લાખની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ હતો.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
