<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

હવે ગુજરાતમાં પણ ફિલ્‍મ ‘ધ સાબરમતી' ફિલ્‍મ થઇ ટેક્‍સ ફ્રી

અમદાવાદ, તા.૨૧: ભારતભરમાં અત્‍યારે ‘ધ સાબરમતી રિપોર્ટ'ના વખાણ થઈ રહ્‍યાં છે. ગઈ કાલે ગુજરાતના મુખ્‍યમંત્રી અને ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રોડયુસર એકતા કપૂર અને અભિનેતા જિતેન્‍દ્ર સાથે ફિલ્‍મ જોઈ હતી. જો કે, મહત્‍વની વાત એ છે છે કે, આ ફિલ્‍મને હવે ગુજરાતમાં ટેક્‍સ ફ્રી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ફિલ્‍મ જોયા બાદ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા ફિલ્‍મને ટેક્‍સ ફ્રી જાહેર કરવામાં આવી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ટ્‍વીટ કરીને આ જાણકારી આપી છે.

(10:14 AM IST)