News of Thursday, 21st November 2024
અમદાવાદમાં ૧૩ કરોડનું ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા ખળભળાટ
સુરત પોરબંદર પછી ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી , જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમને ફરી એક મોટી સફળતા મળીઃ આરોપી ઝીશાન દત્તા પાવલે ૮ ગુન્હામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું: કારતૂસ સાથે ૨ હથિયાર મળી આવ્યા

રાજકોટ તા. ર૧ :.. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી અને જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ૧૩ કરોડ રૂપિયાની કિંમતનો અંદાજે ૧.૨૩ કિલો એમ. ડી.ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. પોરબંદર સુરત પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા ડીસીપી અજિત રાજિયાણ ટીમને મળી છે.
અકિલા સાથેની વાતચીતમાં ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ઝિશન દત્તા પાવલે ૮ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલ છે. તેની પાસેથી કારતૂસ જથ્થો તથા જે બે હથિયાર મળ્યા છે તેમાંથી એક હથિયાર ખૂબ ઊંચી કવોલેટીનું છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
