News of Thursday, 21st November 2024
ચિંતન શિબિર-૨૦૨૪ : ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત : ગુજરાત સરકારના મંત્રીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવપૂર્ણ સ્વાગત

(દિપક કકકડ-વિનુ જોશી દ્વારા) વેરાવળ-જુનાગઢ તા.૨૧ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ અવંતિકા સિંઘ ઔલખ, ખાસ ફરજ પરના અધિકારી ડી.કે. પારેખ, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ઉચ્ચ અધિકારી સર્વે શ્રી ડો. હસમુખ અઢિયા, એસ. એસ.રાઠૌર, આર.જી. ગોહિલ, આર. એસ. નિનામા, માહિતી નિયામક કે.એલ. બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓનું એરપોર્ટ ખાતે ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોનું વધાવવા કલાવળંદ દ્વારા સ્વાગત ગીત અને શાષાીય નળત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયા, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી તોહલ ભાપકર, રેન્જ આઈજી નિલેશ જાજડીયા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા, અગ્રણી ચિરાગભાઈ ભોપાળા, પ્રવીણભાઈ ભાલાળા, ગૌરાંગ વ્યાસ, દિવ્યેશભાઈ વણપરિયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
