News of Thursday, 21st November 2024
ખ્યાતી હોસ્પિટલ કાંડઃ સીઇઓ અને માર્કેટીંગ મેનેજરની પણ સંડોવણીઃ આરોપી બનાવાશે

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલની કરૂણાંતિકામાં વધુ આરોપીના ખુલાસા થયા છે જેમાં સીઇઓ રાહુલ જૈન અને માર્કેટીંગ મેનેજરની સંડોવણી સામે આવી છે. જેથી ગુનામાં આરોપી તરીકે બન્નેના નામ ઉમેરાશે.
રાહુલ જૈન દર્દીઓના ઓપરેશનની તૈયારી કરતો હતો, સારવારના દિવસે આઉટસોર્સ તબીબની વ્યવસ્થા રાહુલ જૈન કરતો. જયારે માર્કેટના મેનેજર મિલિંદ કેમ્પ માટે વિવિધ ગામના સરપંચની મદદ લેતો હતો.
ઘટનાબાદ ખ્યાતિ હોસ્પિટલ અને સંચાલકોના બેંક ખાતા સીઝ કરાયા હતા. ઉપરાંત હોસ્પિટલનાં સ્ટાફની પુછપરછમાં પણ મોટો ખુલાસા થયાં હતા.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
