<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

કામરેજના ભૈરવ ગામે રસ્‍તાનું ખાતમુહૂર્ત

 

સુરત : કામરેજ તાલુકાના ભૈરવ ગામે આવેલ અતિ પૌરાણિક શ્રી ભુતનાથ મહાદેવના મંદિરે જવાનો રસ્‍તો એકદમ બિસ્‍માર હતો આ અંગે ધારાસભ્‍ય અને મંત્રીશ્રી ફુલભાઈ પાનસરિયાને બ્રહ્મસમાજના પ્રમુખ અને ભાજપના કાર્યકર શ્રી કમલેશ મહેતા અને સાધુ સમાજના આગેવાન  ધનસુખગીરી બાપુએ રજૂઆત કરતા  આ રસ્‍તા નું કામ શરૂ કરી દેવામાં આવ્‍યું છે જેનું ખાતમુહૃત ભૈરવ ગામના આગેવાન અને કામરેજ મંડળીના પ્રમુખ જગદીશભાઈ ઝવેર દ્વારા પૂજા વિધિ કરી અને કરવામાં આવ્‍યો અને આ રસ્‍તો આરસીસી બનાવવામાં આવશે અને સાઈડમાં લોક નાખવામાં આવશે અને સારામાં સારો રસ્‍તો બનશે જેથી કરી અને ભૂતનાથ મંદિરે આવતા ભાવિકજનોને પડતી મુશ્‍કેલીમાં નો અંત આવશે આ અંગે  ભૈરવ ગામના સાધુ સમાજ અને બ્રહ્મસમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને કામના આગેવાનો ઉપસ્‍થિત રહી  આ કામગીરીને બિરદાવી હતી.

(3:54 PM IST)