<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ખ્યાતિ હોસ્પિટલના ડોકટર પ્રંશાત વજીરાણીના 25 નવેમ્બર સાંજ સુધીના રિમાન્ડ મંજુર કરાયા

તેમના રિમાન્ડ આજે પુરા થતા ફરીથી રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયા હતા

અમદાવાદના કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં કરાયેલા ઓપરેશન બાદ બે દર્દીના થયેલા મોત બાદ સફાળા જાગેલા તંત્રે હોસ્પિટલના સત્તાવાળાઓ સામે કાનુની ડંડો ઉગામ્યો છે. પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના હ્રદયના બિનજરૂરી ઓપરેશન કરનારા  ડોકટર પ્રંશાત વજીરાણીની ધરપકડ કરી છે. તેમના રિમાન્ડ આજે પુરા થતા ફરીથી રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ડોકટર પ્રંશાત વજીરાણીને આગામી 25 નવેમ્બર સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

(6:19 PM IST)