<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોનના હિતલક્ષી નિર્ણય કર્યો

અમદાવાદ : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. 

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16,637 એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 એમ.સી.એફ.ટી. મળી કુલ 30,504 એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ 15મી માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

(6:21 PM IST)