<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બગસરામાં 1550 રૂપિયા બોલાયો: જાણો અન્ય 58 યાર્ડના શું રહયો ભાવ

ગુજરાતની 58 માર્કેટ યાર્ડમાં કુલ 5,089.28 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક ?

અમદાવાદ :ગુજરાતની 58 માર્કેટ યાર્ડમાં કુલ 5,089.28 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બગસરા માર્કેટ યાર્ડમા 1550 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1492 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભેસાણમાં 1550 રૂ., જેતપુરમાં 1540 રૂ., રાજપીપળામાં 1537 રૂ., જામનગરમાં 1535 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,089.28 ટન કપાસની આવક થઇ છે.

ગુજરાતની 58 માર્કેટ યાર્ડમાં કુલ 5,089.28 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક ?

(6:41 PM IST)