<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પાલનપુરનાં જગાણા નજીક મોટી દુર્ઘટના :ભેખડ ધસી પડતા એકનું મોત:એક ગંભીર

ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન ગોઝારી ઘટના બની: સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જગાણા નજીક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન આ ગોઝારી ઘટના બની હોવાનું હાલ સામે આવ્યું છે. આ મામલે, સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે

 બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર પાસે  જગાણા નજીક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર છે. આ ગોઝારી દુર્ઘટનાને પગલે તાત્કાલિક બંને શ્રમિકોને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે, એક શ્રમિકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી છે. .

ગેસની પાઇપ લાઇનની કામગીરી સમયે આ ગોઝારી ઘટના બની હતી. બંને શ્રમિકોની ઓળખ સંજુ અને પાર્થ દત્તા તરીકે થઈ છે. બંને શ્રમિક પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:53 PM IST)