News of Thursday, 21st November 2024
નિંગટ ગામની પ્રાથમિક શાળામાં ઝૂલા પર હીંચકા ખાતા બાળકનુ પડી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામની પ્રાથમિક શાળામાં ઝૂલા પર હીંચકા ખાતા બાળકનું પડી જતા સારવાર દરમિયાન મોત થયું છે
પ્રાપ્ત વિગતો અનુસાર મુકેશભાઇ મનાભાઇ વસાવા (રહે.નિંગટ મંદિર ફળિયુ તા. દેડીયાપાડા જી.નર્મદા )નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમનો દિકરો હરીસિંગ વસાવા( ઉ.વ.૧૧) નાઓ પોતાના ગામની પ્રાથમિક શાળા માં આવેલ હિંચકાના ઝુલા ઉપર હીંચકો ખાતો હતો તે દરમ્યાન હિંચકા ઉપર થી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પ્રાથમિક સારવાર રાજપીપલા સરકારી દવાખાના માં કરાવી વધુ સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ દાખલ કરેલ જે સારવાર દરમ્યાન તેનું તા.૨૦/૧૧/૨૦૨૪ ના દિવસે મોત થતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
