News of Thursday, 21st November 2024
લો બોલો...શું થાય વિકાસ : નર્મદામાં તકેદારી અધિકારી પાસે ત્રણ જગ્યાનો ચાર્જ
ઈનચાર્જ તરીકે નર્મદા, સુરત અને વલસાડનો ચાર્જ હોય તો તકેદારી અધિકારી ત્રણ જગ્યાએ કંઈ રીતે ફરજ બજાવે ? : નર્મદા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ થી લઈને મોટા ભાગની કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી અને કર્મચારીઓથી ગાડું ગવડાવવામાં આવે છે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આદિજાતિ વિકાસ દ્વારા ચાલતી નર્મદા તકેદારી અધિકારીની કચેરીમાં વી. આર. વલવી તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પરંતુ આ તકેદારી અધિકારી પાસે કુલ ત્રણ જગ્યાએ તકેદારી અધિકારીનો ચાર્જ છે. તેઓ ત્રણ જગ્યાએ ઈનચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમાં નર્મદા, સુરત, વલસાડ એમ ત્રણ જીલ્લાના તકેદારી અધિકારીનો ચાર્જ સોંપેલો હોય તો આ અધિકારી ત્રણ જીલ્લામાં ઇન્ચાર્જ અધિકારી તરીકે કંઈ રીતે ફરજ બજાવે ?
મળતી માહિતી મુજબ વારંવાર મિટિંગો હોય છે. ત્રણેય જીલ્લામાં કોઈને કોઈ સરકારી કાર્યક્રમ હોય છે. આ અધિકારીને હાજર રહેવું પડે છે..માટે આવા વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓ કચેરીમાં અગત્યની ફાઈલો અને કામોને ન્યાય ના આપી શકે એ સ્વાભાવિક છે. જેથી આવા અધિકારીઓની હાલત ના ઘર ના ના ઘાટ ના જેવું બને છે.
આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહિતની અનેક સરકારી કચેરીઓમાં ઇન્ચાર્જ કર્મચારીઓ અને અધિકારીઓથી ગાડું ગબડાવવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા વિકાસ અને પ્રગતિની મોટી મોટી વાતો જાણે પોકળ સાબિત થાય છે કેમ કે અધિકારી અને કર્મચારીઓની ઘટ પુરાતી નથી અને ભરતી થતી નથી માટે ધક્કે ચઢતા લોકોમાં રોષ જોવા મળે છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
