<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

આઈએએસ/ આઇપીએસ સહિત સચિવાલયમાં અનેક વિભાગોને નવા વડા અધિકારી મળશે

કેબિનેટમાં નવા અને પ્રભાવક ચહેરાઓને તક આપવામાં આવે તેવી ધારણા

ગાંધીનગર: ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા સરકાર નવી છબી બનાવવા માંગે છે. પહેલા આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, સાથે-સાથે ગાંધીનગર સચિવાલમાં કેટલાક મોટા ફેરફારો થશે અને તેમાં અનેક વિભાગોને નવા વડા અધિકારી મળશે. ત્યાર પછી મંત્રીમંડળ વિસ્તરણ મહત્વની ભૂમિકા ભજવશે, જેમાં કેબિનેટમાં નવા અને પ્રભાવક ચહેરાઓને તક આપવામાં આવે તેવી ધારણા છે.

(10:49 PM IST)