તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Thursday, 21st November 2024
સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં વિકરાળ આગ : 24 વર્ષીય દિવ્યાંગ યુવતી ખાટલા સાથે ભડથું થઇ ગઈ
દિવ્યાંગ યુવતી અંજલી હલનચલન કરી શકતી નહોતી :તેની માતાની માનસિક સ્થિતિ પણ સારી નથી, પિતા નોકરીએ ગયા હતા

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક ભયંકર આગ લાગવાની ગોઝારી ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક દિવ્યાંગ યુવતીનું મોત નીપજ્યું છે. આ બનાવનાં પગલે ફાયર બ્રિગેડ અને પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી જ્યારે એક મકાનમાં વિકરાળ આગ લાગી હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર, સત્યનારાયણનગરનાં એક મકાનમાં 24 વર્ષીય અંજલી રાકેશ તિવારી માતા-પિતા સાથે રહેતી હતી. અંજલી હલનચલન કરી શકતી નહોતી જ્યારે તેની માતાની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. અંજલિનાં પિતા નોકરીએ ગયા ત્યારે અંજલીની માતા હોલમાં હતી અને અંજલી ખાટલી પર સૂતી હતી. દરમિયાન, મકાનમાં કોઈ કારણસર વિકરાળ આગ લાગી હતી. માતાને જાણ થતાં દોડીને ઘરની બહાર આવી હતી અને બૂમાબૂમ કરી હતી.
દિવ્યાંગ અંજલી હલનચલન ન કરી શકતા આગની ચપેટમાં આવી હતી, જેથી તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા આગ બૂઝાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ અને પાંડેસરા પોલીસ ત્યાં પહોંચી હતી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
