<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નિર્ભરતા સૌથી મોટો દુશ્‍મનઃ આત્‍મનિર્ભરતા ૧૦૦ દુઃખોની એક દવા : ભાવનગરની ભુમીથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ આપ્‍યો દેશવાસીઓને સંદેશ : ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.આત્‍મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્‍ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે :વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યુ : લોકોને સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવવા અપીલ કરી : ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ, મનસુખભાઇ માંડવીયા, નિમુબેન બાંભણીયા, સર્વાનંદ સોનોપાલ સહિતના ઉપસ્‍થિત : આપણા ભાવેણા-ભાવનગરે વટ પાડી દીધો... : નરેન્‍દ્રભાઇ ભાવનગરમાં: રોડ-શોઃ જાહેરસભામાં હકડેઠઠ જનમેદનીઃ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમઃ નરેન્‍દ્રભાઈ મોદીની ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના રૂા. ૨૬ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટઃ ભારત સરકારના પોટર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ રૂા. ૬૬ હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્‍ડીંગ MoUનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ3:11 PM IST

આસામની સંગીતમય દંતકથા સમાન ગાયક ઝુબીન ગર્ગનો અવાજ આથમ્‍યા : નોર્થ ઇસ્‍ટ ઇન્‍ડિયા ફેસ્‍ટિવલમાં હાજરી આપવા ગયેલ ગાયકનો સિંગાપોરમાં સ્‍કુબા ડાઇવિંગ વખતે શ્વાસ રૂંધાયો : * ઝુબીન ગર્ગ માત્ર એક કુશળ ગાયિકા જ નહીં પણ એક અભિનેતા, સંગીતકાર, દિગ્‍દર્શક, નિર્માતા અને પટકથા લેખક પણ હતા. * તેમનું નામ સંગીતકાર ઝુબિન મહેતાના નામ પરથી રાખવામાં આવ્‍યું હતું અને તેમણે તેમના ગોત્ર ગર્ગને પોતાની અટક તરીકે ઉપયોગ કર્યો હતો. * પિતા મોહિની બોરઠાકુર એક મેજિસ્‍ટ્રેટ હતા જ્‍યારે માતા સ્‍વર્ગસ્‍થ ઇલી બોરઠાકુર એક ગાયિકા હતી. * ગાયન કારકિર્દી પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવા માટે તેણે અભ્‍યાસ છોડી દીધો હતો. * તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી ૧૧ વર્ષ સુધી તબલાની તાલીમ લીધી. ગુરુ રમણી રોયે તેમને આસામી લોક સંગીતનો પરિચય કરાવ્‍યો. * તેમને બોલિવૂડમાં સૌથી મોટો બ્રેક ફિલ્‍મ ગેંગસ્‍ટરથી મળ્‍યો જ્‍યાં તેમણે યા અલી ગીત ગાયું. આ માટે ગ્‍લોબલ ઇન્‍ડિયન ફિલ્‍મ એવોર્ડ્‍સ (ઘીઆ) જીત્‍યો. * ૨૦૨૨ની શરૂઆતમાં ઝુબીન એક હોટલના રૂમના બાથરૂમમાં પડી ગયા હતા જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી. * તેમણે ૪૦થી વધુ અન્‍ય ભાષાઓ અને બોલીઓમાં ૩૨૦૦૦ થી વધુ ગીત ગાયા હતા.4:02 PM IST

ભારતની સામુદ્રિક વિરાસત-ધરોહર ને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે ,સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે, ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે : ભાવનગરમાં “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમ : રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વડાપ્રધાનશ્રીએ ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃજીવંત કરી : વડાપ્રધાનની દૂરંદેશીતાના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલું રિન્યૂએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યૂએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ભારતના મરિન સેક્ટર માટે ભાવનગર ખાતેનો આજનો કાર્યક્રમ ઐતિહાસિક – કેન્દ્રિય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ4:43 PM IST

જૈનમ રાસોત્‍સવમાં પ્રાચિન-અર્વાચિન, હિન્‍દી-ગુજરાતી ગીતોનો રસથાળ પિરસાશે : અદ્યતન હાઈ-ફાઈ સાઉન્‍ડ સીસ્‍ટમ, વિશ્વ પ્રસિઘ્‍ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટની મ્‍યુઝીકલ ટીમ, ખ્‍યાતનામ ગાયક કલાકારોનાં ત્રિવેણી સંગમના સથવારે ખેલૈયાઓ મન મુકીને રાસોત્‍સવને માણશેઃદરરોજ અવનવી થીમનાં વસ્‍ત્રોમાં સજ્જ થઈ માહોલને રંગબેરંગી બાનાવશેઃ યુ ટયુબ્‌ સહીતનાં સોશ્‍યલ મીડીયા પ્‍લેટફોર્મ અને ખેલૈયાઓની પસંદ એવા ગાયક કલાકારો અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબ્‌ાઈ), પ્રદિપ ઠક્કર (રાજકોટ),પરાગી પારેખ, વિદિતા શુકલ (રાજકોટ), નમ્રતા ગોસલીયા (રાજકોટ)નાં કંઠે વહેશે ગીતોનો ધોધઃ દેશભકિતનાં ગીતો સાથે ઉમેરાશે રાષ્ટ્રભકિતનો રંગદુહા-છંદ-હાલરડાને નવું સ્‍વરૂપ આપી કરાશે પ્રસ્‍તુતી2:44 PM IST

જુની પેઢીના પત્રકાર સ્‍વ. હેમેન્‍દ્રકુમાર પારેખને વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા અંજલી : હેમેન્‍દ્રકુમારે તેમના કાર્યકાળ દરમિયાન અનેક લોકપ્રશ્નોને વાચા આપી હતીઃ ડો.વિરમભાઇ ગોઢાણીયા : હેમેન્‍દ્રકુમાર એક આદરપાત્ર વ્‍યકિત હતા : પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ : ગાંધીનગર હતો ત્‍યારે પોરબંદરથી હેમેન્‍દ્રકુમારનો ફોન આવ્‍યો હતો ત્‍યારે પોરબંદર આવીશ ત્‍યારે તમારા ઘેર ચોક્કસ આવીશ તેમ કહયું હતું : ત્રણેક દિવસ પછી હેમેન્‍દ્રકુમારની વિદાયના : સમાચાર મળતા બહું દુઃખ થયું: અર્જુનભાઇ મોઢવાડીયા : સ્‍વ.હેમેન્‍દ્રકુમારની પોરબંદરમાં યોજાયેલી શોકસભામાં સામાજીક શૈક્ષણીક અને રાજકીય તેમજ સેવાકીય સંસ્‍થાઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો તથા પ્રિન્‍ટ મીડીયા અને ટીવી ચેનલોના પત્રકારો અને રિપોર્ટરો ઉપસ્‍થિત રહયા11:36 AM IST