News of Sunday, 24th November 2024
રાજપીપળા જનરલ હોસ્પિટલ કેમ્પસ માં ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી, નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડના માર્ગદર્શન અને ડિઝાસ્ટર મામલતદાર આઈ. એમ. સૈયદના નેતૃત્વમાં રાજપીપળા જનરલ હોસ્પિટલ અને GMERS મેડિકલ કોલેજના કેમ્પસમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઈ હતી. જ્યાં આકસ્મિક રીતે આગની ઘટનામાં કેવી રીતે નિર્ણય લેવા તેમજ ફાયર સેફ્ટીના સાધનોના વપરાશ અંગે આરોગ્ય કર્મીઓને તાલીમ આપવામાં આવી હતી.
આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કર્મચારીઓ દ્વારા ડોકટર, આરોગ્ય કર્મીઓ, વિદ્યાર્થીઓને અગ્નિ શામક વ્યવસ્થાનો ઉપયોગ કરવા, આગ લાગવાના કારણો, આગ લાગે ત્યારે કેવા નિર્ણયો લેવા, ક્લાસિફિકેશન ઓફ ફાયર અંગે વિસ્તારપૂર્વક સમજણ પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ફાયર સેફ્ટીનું ડેમોસ્ટ્રેશન કરીને આગ સામે સાવચેતીના પગલાં વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
