News of Tuesday, 26th November 2024
વડોદરા: IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ
IOCLમાં બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રિયલ તપાસ: તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં: તપાસ મામલે ગ્રામ્ય SDM દ્વારા રિપોર્ટ લેવામાં આવશે.

વડોદરા: IOCLમાં બ્લાસ્ટ કેસમાં 11 અધિરકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યાં હતા iocl ડાયરેક્ટર, ચીફ કન્ટ્રોલર, સાઇટ કંટ્રોલરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ CISF, પ્રાદેશિક અધિકારી GPCBને જવાબ માટે બોલાવ્યાં હતા . PI, મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી પણ સમિતિ સમક્ષ હાજર થયા હતા . તમામ અધિકારીને જવાબ આપવા માટે નોટિસ અપાઈ હતી. IOCLમાં બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રિયલ તપાસ ચાલી રહી છે. તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસ મામલે ગ્રામ્ય SDM દ્વારા રિપોર્ટ લેવામાં આવશે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
