<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પાટણના સાંતલપૂરમાં બાળકોને વેંચી દેવાનુ કૌભાંડઃસીટની રચના કરવા કિરીટ પટેલની માંગણી

(જયંતીભાઇ ઠક્‍કર  દ્રારા)પાટણ તા.૨૬ પાટણના ધારાસભ્‍ય કિરીટભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે સાંતલપુરના કોરડામાંથી બોગસ ડોકટર ઝડપાયો છે.તેના દ્ધારા બાળકોને વેચવાનો ધંધો કરવામાંઆવી રહ્યો હતો અને આ એક કિસ્‍સો તાજેતરમાં પ્રકાશમાં આવ્‍યો છે.ત્‍યારે સરકારને આ બાબતે ધ્‍યાન દોરવા માગું છું કે ,જે રીતે રાજ્‍યમાં આરોગ્‍યની બાબતમાં જે બનાવ બની રહ્યા છ,તેનાથી લોકોને હવે કાયદાનો કોઇ ડર રહ્યો નથી.પાટણમા ંબાળકને વેચવાનો જે કિસ્‍સો સામે આવ્‍યો છે.તે બાબત ખૂબ જ ગંભીર છે.રાજ્‍યના સામાજિક જીવનને આવી ઘટનાઓથી ખૂબ મોટું નુકસાન થાય તે થાય તેમ છે.આ બાબતે પાલીસ ઢીલી નીતિ રાખીને તપાસ કરી રહી હોવાનું લાગી રહ્યું છે આ કેસમાં જે ખરેખર મોટા માથાની સંડોવણી છે તે તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આ બોગસ ડોકટર પોતાની હોસ્‍પિટલમાં આઇસીયુ ચલાવતો હતો અને મલ્‍ટી હોસ્‍પિટલ ચલાવતો હતો,તે માત્ર દસ ધોરણ ભણેલો છે અને દવાખાનુ ચલાવી રહ્યો છે.તો શું પાટણ જિલ્લનું વહીવટી તંત્ર, આરોગ્‍ય તંત્ર અને પોલીસ તંત્રને અત્‍યાર સુધી આ બાબતની કોઇ જાણ નહીં હોય.આ ગંભીર બાબતે તાત્‍કાલિક સીટની રચના કરવી જોઇએ અને આ ઘટનામાં જે પણ ગુનેગારો હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ

(5:02 PM IST)