News of Tuesday, 26th November 2024
નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા સંવિધાન દિવસની એકતાનગર ખાતે ઉજવણી કરાઈ
એકતાનગ ITI ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સંવિધાન જાગૃતિ રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય મેરા યુવા ભારત અને નહેરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરી દ્વારા મંગવારે સંવિધાન દિવસની એકતાનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી દીપ પ્રગટાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટના માર્ગદર્શનમાં જિલ્લા યુવા અઘિકારી સચિન શર્માની રાહબરી હેઠળ કાર્યક્રમ જિલ્લા કચેરી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ગરુડેશ્વર તાલુકાની ITI કેવડિયા ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા 26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માગતાભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઇ તડવી, આઇટીઆઇ કેવડિયાના નિલેશભાઈ તડવી, અગ્રણી ભુપેન્દ્રભાઈ ગોહિલ અને અજયભાઈ તડવી, નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના સ્વયંમ સેવકો તેમજ આઇટીઆઇના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
