<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા દારૂનો મોટો જથ્થો પહોંચાડનાર બુટલેગરને પકડી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જીલ્લામાં દાખલ થયેલ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાઓ મુજબ પી.જે.પંડયા  સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડાનાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પો.સ્ટે. માં વિદેશી દારૂની પેટી નંગ-૯૪૬ કવાટરીયા નંગ-૪૫, ૪૦૮ કિ.રૂ.૪૫, ૪૦, ૮૦૦ નો પ્રોહી. મુદ્દામાલ સપ્લાયર તરીકે સંડોવાયેલ મુકેશ અર્જુન ચૌધરી(રહે. અનાકવાડે પોસ્ટ.હસાવદ તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર ) હાલ રહે.નંદુરબાર જગતાપવાડી કામનાથ મહાદેવ મંદિર નજીક તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને હ્યુમન શોર્સીગ બાતમી આધારે નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

(11:10 PM IST)