<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

પ્રોપર્ટી શેરનો આઇપીઓ ર ડિસેમ્‍બરના ખુલશેઃ ૩પ૩ કરોડ એકત્ર કરશે

(કેતન ખત્રી) અમદાવાદઃ પ્રોપર્ટી શેર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ભારતના પ્રથમ રજીસ્‍ટર્ડ નાના અને મધ્‍યમ રિયલ એસ્‍ટેટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ટ્રસ્‍ટે શેર પ્‍લેટિનામાટે ઓફર ડોકયુમેન્‍ટ દાખલ કર્યા છે. જે પીએસઆઇ હેઠળળની પ્રથમ સ્‍કીમ અને ભારતની પ્રથમ એસએમઆરઇઆઇટી છે.તે આઇપીઓ મારફત રૂ.૩પ૩ કરોડ એકત્ર કરશે.

બોન્‍ડ રૂા.૧૦ લખાથી રૂ. ૧૦.પ લાખ પ્રતિ યુનિટ છે અને તે ર જી ડિસેમ્‍બર ના રોજ સબ સ્‍ક્રિીપ્‍શન માટે ખુલશે ન્‍યુનતમ બેડિનું કદ ૧ યુનિટ રહેશે. આઇપીઓ સંપૂર્ણપણે પ્‍લેટિના એકમોનો નવો ઇશ્‍યુ છે જેમાં કોઇ ઓફર-ફીર-સેલ ઘટક નથી ઓફરની રકમનો ઉપયોગ મુખ્‍યત્‍વે પ્‍લેટિના એસપીવી દ્વારા પરેસ્‍ટજિ ટેક પ્‍લેટિના એસેટના સંપાદન માટે કરવાનો પ્રસ્‍તાવ છે અને બાકીનો અન્‍ય કોપ્રોર્રેટ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે.

(2:45 PM IST)