<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

લોથલમાં સેમ્‍પલ એકત્ર કરી રહેલ દિલ્‍હી આઈઆઈટીની સ્‍ટુડન્‍ટ સુરભી વર્માનું ભેખડ ધસી પડતા કરૂણ મૃત્‍યુ : અન્‍ય યામા દીક્ષીત ગંભીર

અમદાવાદ : ગુજરાતના લોથલ ખાતે પૌરાણિક જીયોલોજીકલ સેમ્‍પલ એકત્ર કરી રહેલ દિલ્‍હી આઈઆઈટીમાં પી.એચ.ડી.માં અભ્‍યાસ કરી રહેલ સુરભી વર્માનું કરૂણ મૃત્‍યુ થયુ છે. તે મુળ યુપીના સીતાપુરની છે. યામા દીક્ષીતને ગંભીર ઈજા થઈ છે. છેલ્લા ૩ દિ'થી તેઓ સેમ્‍પલ એકત્ર કરી રહ્યા હતા. જે માટે લોથલ નજીકના સરગવાડી પાસે પંદરેક ઉંડા ખાડામાં અંદર ઉતરી સેમ્‍પલ એકત્ર કરી રહેલ ત્‍યારે ભેખડ ધસી પડેલ. જેમાં સુરભીનું મૃત્‍યુ થયુ હતું. યામાને ગંભીર ઈજા પહોંચેલ.

 

(4:04 PM IST)