News of Wednesday, 27th November 2024
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીઓ બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના હસ્તે વર્ષ ૨૦૨૩ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત ૧૧ કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કરાયા
પસંદ થયેલ કારીગરને તામ્રપત્ર, શાલ તેમજ રોકડ પુરસ્કારમાં સેકટરવાઇઝ પ્રથમ સ્થાનને રૂા.૧,૦૦,૦૦૦/- તથા દ્વિતીય સ્થાનને રૂા.૫૦,૦૦૦/- તેમજ ઉત્કૃષ્ઠ મહિલા કારીગરને રૂા.૧,૨૫,૦૦૦/-,યુવા કારીગરને રૂા.૧,૦૦,૦૦૦/- અને લુપ્ત થતી કલાના કારીગરને રૂા.૧,૫૧,૦૦૦/- અપાયા

અમદાવાદ તા.૨૭ : ગાંધીનગર ખાતે આજે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૩ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત ૧૧ કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કરાયા હતા. જેની વિગતો આ મુજબ છે.
ગુજરાતની કલાકારીગરીનો વ્યાપ વધે અને તેના બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેમજ કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતની અલગ-અલગ ક્રાફટને આવરી લઇને ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડ આપવા સરકાર દ્વારા યોજના અમલમાં છે.
આ યોજના અંતર્ગત સેકટરવાઇઝ ક્રાફટ જેમાં (૧) ટેક્ષ્ટાઇલ, (૨) ભરતકામ,(૩) મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફટ અને (૪) અન્ય ક્રાફટ પૈકી દરેક સેકટરવાઇઝ ક્રાફટમાં પ્રથમ અને દ્રિતીય એમ કુલ ૦૮ પારિતોષિક, ઉત્કૃષ્ઠ મહિલા કારીગરને ૦૧ રાજય પારિતોષિક અને ૦૧યુવા કારીગરને રાજય પારિતોષિક તેમજ લુપ્ત થતી કલાકારીના પુનરૂધ્ધાર માટે ૦૧ રાજય પારિતોષિક એમ એક વર્ષ માટેકુલ ૧૧ રાજય પારિતોષિક આપવાના થાય છે. આ માટે પસંદ થયેલ કારીગરને તામ્રપત્ર, શાલ તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
રોકડ પુરસ્કારમાં સેકટરવાઇઝ પ્રથમ સ્થાનને રૂા.૧,૦૦,૦૦૦/- તથા દ્વિતીય સ્થાનને રૂા.૫૦,૦૦૦/- તેમજ ઉત્કૃષ્ઠ મહિલા કારીગરને રૂા.૧,૨૫,૦૦૦/-,યુવા કારીગરને રૂા.૧,૦૦,૦૦૦/- અને લુપ્ત થતી કલાના કારીગરને રૂા.૧,૫૧,૦૦૦/- આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૩ માટે પસંદ થયેલ ૧૧ કારીગરોની વિગત આ મુજબ છે.
ક્રમ સેકટરવાઇઝ
કેટેગરી ક્રમ પારિતોષિક ક્રાફટ નમૂનો કારીગરનું નામ જિલ્લો
૧ ટેક્ષ્ટાઇલ ૧ પ્રથમ હેન્ડલુમ ફેબ્રીકસ
દુપટ્ટો સીજુ લીન્સી ચમનભાઇ કચ્છ
૨ દ્રિતીય હેન્ડલુમ ફેબ્રીકસ ડબલ ઇક્કત પટોળા સાડી વાઘેલા નરશીભાઇ વશરામભાઇ સુરેન્દ્રનગર
૨ ભરતકામ ૩ પ્રથમ એમ્બ્રોડરી અને જરી જરદોશી વોલપીસ રાઠોડ કંચનબેન સુખલાલ કચ્છ
૪ દ્રિતીય એપ્લીક વર્ક ચોપાટ સુથાર વિષ્ણુભાઇ ગેનાજી બનાસકાંઠા
૩ મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફટ ૫ પ્રથમ વુડન વર્ક અષ્ટકોણ જ્વેલરી-કાસ્કેટ બોક્ષ પેટીગરા પીનલ રાકેશકુમાર સુરત
૬ દ્રિતીય મોતીકામ વલોણું સોલંકી સોનલબેન વિપુલભાઇ ભાવનગર
૪ અન્ય ક્રાફટ ૭ પ્રથમ કમલકારી માં શેરાવાલીનો દરબારની પછેડી ચિતારા કિરણકુમાર ભુલાભાઇ અમદાવાદ
૮ દ્રિતીય એમ્બ્રોડરી અને જરી જરદોશી વોલપીસ પંચાલ નયનાબેન દિપકભાઇ અમદાવાદ
૫ મહિલા ૯ મહિલા ટાઈ એન્ડડાય ક્રેપ સિલ્ક શિકારી દુપટ્ટો ખત્રી માજવીન અબ્દુલહમીદ કચ્છ
૬ યુવા કારીગર ૧૦ યુવા ખરલ વોલ હેંગીંગ ખરડ બોચિયા દામા મંગુ કચ્છ
૭ લુપ્ત થતી કલા ૧૧ લુપ્ત થતી કલા મશરુ સાડી પનાગર મોહોમંદ જુબેર પાટણ
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
