હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમણે થોડી સંવેદના જરુરથી આપે : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીની રાહુલ ગાંધી માટે ભગવાનને વિનંતી: જુઓ વિડિઓ : હર્ષ સંઘવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની યાત્રા માત્ર જૂઠાણાં અને રાજનીતિ માટે જ હોય છે:રાહુલ ગાંધી અને સંવેદનાનો કોઈ સંબંધ હતો જ નહીં અને ભવિષ્યમાં પણ નહીં હોય.10:53 PM IST
ભારતીય સંસ્કૃતિના પાયા ઉંડા એટલે જ દેશ ટકયો છેઃ પૂ.ગણીવર્ય તારકચંદ્ર મ.સા. : ‘અકિલા' ખાતે પૂ.ગુરૂભગવંતોની પાવન પધરામણીઃ ધર્મલાભ : પૂ.ગુરૂભગવંતોની વિવિધ મુદ્દે ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાતચીતઃ ગુરૂદેવ પૂ.બંધુબેલડી મ.સા. સાથે બે દાયકા અગાઉ ‘અકિલા'એ પધરામણી વખતના સ્મરણો તાજા કર્યા : પૂ.ગણિવર્યશ્રી તારકચંદ્રસાગરજી મ.સા. આ.ઠા.એ 3:03 PM IST
ભાજપના અયોધ્યા જેવા ભૂંડા હાલ ગુજરાતમાં થવાના : રાહુલ ગાંધી અમદાવાદમાં પક્ષના કાર્યકરોને સંબોધન : કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો - ભાજપના પરાજય અંગે પ્રહારો કર્યા મોદીના વિઝનનો ગુબ્બારો ફુટી ગયો : અયોધ્યામાં ભગવાન રામના નામનું રાજકારણ કર્યુ : કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર' છે : કોઇથી ડરતા નથી : ભાજપે અમારી ઓફિસ તોડી, અમે તેમની સરકાર તોડશુ4:06 PM IST
કુલગામમાં બે સ્થળોએ એન્કાઉન્ટર ચાલુ : અત્યાર સુધીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા : આતંકવાદીઓએ જવાનો પર ગ્રેનેડ ફેંક્યા અને પછી ફાયરિંગ કર્યું : સુરક્ષા દળોને મળી મોટી સફળતા : એક જવાન પણ શહીદ થયો : ચિન્નીગામમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયાના અહેવાલ - જો કે અત્યાર સુધી ચાર આતંકવાદીઓના મૃતદેહ મળવાની પુષ્ટિ થઈ : સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ : જવાનોએ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા9:55 PM IST
ગાઝિયાબાદના રામપ્રસ્થ ગ્રીન કેમ્પસમાં આયોજિત ભાગવત કથા દરમિયાન ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માએ બે વર્ષ પછી જાહેર મંચ પર પોતાનું મૌન તોડતા કહ્યું "જો હિન્દુઓ હિંસક થયા હોત તો... : જુઓ વિડિઓ : વર્ષ 2022 માં, એક ટીવી ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન, ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ કથિત રીતે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે લઘુમતી સમુદાયના લોકો ગુસ્સે થયા હતા.11:37 PM IST
અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં બૉલીવુડ ઉંમટયું : મુકેશ અને નીતા અંબાણી એ કર્યું પર્ફોમન્સ તો અનંત અંબાણીએ સલમાન સાથે કર્યો ડાન્સ : જુઓ વિડિઓ : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં આખું બોલિવૂડ ઉમટ્યું હતું. આ સમારોહમાં ઘણા સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું, જેમાં સલમાન ખાન પણ હાજર હતો. સલમાન ખાને અનંત અંબાણી સાથે જોરદાર ડાન્સ કર્યો હતો9:11 PM IST
સહકારિતા ક્ષેત્રને દેશના અર્થતંત્રનો સૌથી મજબૂત સ્તંભ બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરીએ - કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ : આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર - ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો : ગુજરાતનો બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લો “કો-ઓપરેશન અમોન્ગ્સ કો-ઓપરેટીવ”નું શ્રેષ્ઠ ઉદાહરણ - સહકારી સંસ્થાઓ મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે અને તેમાંથી ઇથેનોલનું નિર્માણ થશે - અમિતભાઈ શાહ : દિલ્હી ખાતે દેશના સૌપ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનું લોકર્પણ તેમજ “ભારત ઓર્ગેનિક આટા”નું લોન્ચિંગ કરાયું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકારિતા ક્ષેત્રે ‘સૌના સાથ, સૌના વિકાસ’નો મંત્ર સાકાર કર્યો છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ8:14 PM IST
‘સહકારથી સમૃદ્ધિ’ તરફ આગળ વધતું ગુજરાત : પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા બેઠક કરતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ : ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગોધરામાં ‘પંચામૃત ડેરી કોર્પોરેટ ઓફિસ’નું લોકાર્પણ કર્યું : મહુલીયા ખાતે ખેડૂત સભાસદોના ખબર અંતર પૂછીને સહકારી માળખા તરફથી વિકસિત કરાયેલી સેવાઓનું નિરીક્ષણ કર્યું : સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ7:52 PM IST
અયોધ્યામાં જેમ હરાવ્યા હતા તેવી જ રીતે ગુજરાતમાં પણ લોકભાગીદારી થકી ભાજપને પરાજય આપીશું - અમદાવાદમા રાહુલ ગાંધીનો ભાજપ પર ફરી પ્રહાર : જુઓ વિડિઓ : રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને કહેવા આવ્યો છું કે તેઓએ (ભાજપ) આપણી ઓફિસ પર હુમલો કર્યો છે, પણ આપણે ડરવાની જરૂર નથી. તેમણે આપણને એક પડકાર આપ્યો છે. પડકાર એ છે કે આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવવાનું છે.7:28 PM IST
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણી હરારેમાં શરૂ થઈ : આ યુક્તિ વડે તમે ભારત-ઝિમ્બાબ્વે શ્રેણીની મેચો મફતમાં જોઈ શકશો : અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા : ભારત વિ ઝિમ્બાબ્વે T20 શ્રેણી લાઇવ સ્ટ્રીમિંગ વિગતો : આ શ્રેણી અંતર્ગત 5 T-20 મેચ રમાશે : જાણો કે તમે મોબાઇલ પર ફ્રિ માં કેવી રીતે જોઈ શકશો5:54 PM IST
કેન્દ્રીય બજેટ 2024 : બજેટ સત્રની જાહેરાત : નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ 7મી વખત બજેટ રજૂ કરશે : 22 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી ચાલશે બજેટ સત્ર : સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ એક્સ પર આપી માહિતી : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે : વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું5:35 PM IST
17 દિવસમાં 12 અને 10 વર્ષમાં 200થી વધુ બ્રિજ તૂટી પડવાથી બિહાર જ નહીં દેશની હાલત ખરાબ : આંકડા જોઈને ચોંકી જશો : 2012 અને 2013 વચ્ચે બ્રિજ તૂટી પડવાની સરેરાશ સંખ્યા 45 હતી, જે વર્ષ 2021માં ઘટીને 8 થઈ ગઈ : સૌથી તાજેતરનું ઉદાહરણ વર્ષ 2022 માં ગુજરાતના મોરબીમાં બન્યું હતું, જ્યાં એકલા 141 લોકો પુલ તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતા5:21 PM IST
મંગળ પર યુદ્ધ, દુનિયા ખતમ થઈ જશે... બાબા વેંગાની નવી ભવિષ્યવાણી, જાણીને આત્મા કંપી જશે : હવે તેણે ફરી એકવાર 2025 અને આવનારા વર્ષોની આગાહી કરી : બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2025માં યુરોપમાં મોટા સંઘર્ષને કારણે ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થશે. વર્ષ 2028માં ઊર્જાના નવા સ્ત્રોતો શોધવાના પ્રયાસમાં માનવ શુક્ર સુધી પહોંચશે.4:44 PM IST
વારાણસીમાં PM મોદી સામે અજય રાય કેમ હાર્યા? રાહુલ ગાંધીએ ગુજરાત પહોંચ્યા બાદ કર્યો મોટો ખુલાસો : મોદી વારાણસીથી ચૂંટણી લડવા માંગતા ન હતા, તેઓ અયોધ્યાથી ચૂંટણી લડવા માંગતા હતા. જ્યારે ભાજપે આ અંગે સર્વે કરાવ્યો તો સામે આવ્યું કે પીએમ મોદી અયોધ્યાથી હારી જશે : રામ મંદિરના ઉદ્ઘાટનમાં ગરીબ લોકો જોવા મળ્યા ન હતા : રામ મંદિર માટે અનેક ગરીબ લોકોના મકાન તોડવામાં આવ્યા હતા3:28 PM IST
હાથરસ અકસ્માતમાં મૈનપુરીથી ધરપકડ, અખિલેશ યાદવે પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ : આ પ્રકારની ધરપકડ પોતે જ એક ષડયંત્ર છે. : હાથરસ ઘટનામાં પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, ઉત્તર પ્રદેશ પ્રશાસન નાની-મોટી ધરપકડો કરીને સેંકડો લોકોના મોતની જવાબદારીમાંથી છટકવા માંગે છે. જો આવું થશે તો તેનો અર્થ એ થશે કે આનાથી કોઈ શીખ્યું નથી 3:18 PM IST
તે આંસુના દરિયાને રોકી રાખતી પ્રતિમાની જેમ ઊભી રહી...રાજનાથની આંખો ભીની થઈ ગઈ, દેશ આ બહાદુર મહિલાઓને સલામ કરે છે! : રાષ્ટ્રપતિના હસ્તે વીર જવાનોને કીર્તિ ચક્ર થી સન્માનિત કરાયા : કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ સૈન્ય વીરતા પુરસ્કાર : રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સંરક્ષણ રોકાણ સમારોહ દરમિયાન 26 સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના જવાનોને શૌર્ય ચક્ર પણ એનાયત 3:05 PM IST
NEET UG કાઉન્સિલિંગ 2024 મુલતવી: પેપર લીક વિવાદ વચ્ચે NEET UG કાઉન્સિલિંગ મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે : એસવીએન ભાટીની વેકેશન બેંચ, જે NEET UG પરીક્ષા 2024 ના આચરણમાં ગેરરીતિઓનો આક્ષેપ કરતી અન્ય પેન્ડિંગ અરજીઓની સુનાવણી કરી રહી છે, તે કેસની સુનાવણી 8 જુલાઈએ કરશે જેથી અરજદારો તરફથી હાજર રહેલા વકીલે બે દિવસ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકવાની વિનંતી કરી'તી2:07 PM IST
મહિલા કર્મચારીઓ જો સરોગસી દ્વારા માતા બને તો તેઓ પ્રસૂતિ રજા માટે હકદાર નથી? ઓડિશા હાઈકોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય : બાળકના જન્મ પછીના શરૂઆતના મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ,આ સમય દરમિયાન બાળક તેની માતા સાથે ભળી જાય છે. તેને ઘણી વધારાની સંભાળની જરૂર પડશે. બાળકના વિકાસ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ 2:00 PM IST
સોનાનો આજનો ભાવ1:42 PM IST
સરકાર અને વહીવટીતંત્ર પાસે અપેક્ષા છેકે અરાજકતા ફેલાવનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે : યુપીના હાથરસમાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનુ પહેલું નિવેદન : જુઓ વિડિયો : વીડિયોમાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાએ દાવો કર્યો છે કે તેણે પોતાના વકીલ એપી સિંહ દ્વારા સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવા વિનંતી કરી1:25 PM IST
કાયદાની નજરમાં વોટ્સએપ ચેટ માન્ય પુરાવા નથી,યોગ્ય પ્રમાણપત્ર વિના, વોટ્સએપ ચેટની કોઈ ઓળખ થશે નહીં. તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી : દિલ્હી હાઈકોર્ટનો જવાબ : ભારતીય પુરાવા અધિનિયમ 1872 હેઠળ, ફક્ત જરૂરી પ્રમાણપત્રો સાથેના પુરાવાઓને માન્યતા આપવામાં આવે છે આને પુરાવા તરીકે ન સ્વીકારવાને કારણે દિલ્હી હાઈકોર્ટે ગ્રાહક અદાલતના નિર્ણયને સાચો ગણાવ્યો અને ડેલની અરજી પણ ફગાવી દીધી1:19 PM IST
હિજાબ વિરોધી મસૂદ પેઝેશ્કિયન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા : યા બાકીકટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખ મતોથી હરાવ્યા : પઝાશ્કિયનને 1.64 કરોડ અને જલીલીને 1.36 કરોડ મત મળ્યા : રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન હિજાબ રાજકીય મુદ્દો બની રહ્યો : ઈરાનમાં 1979માં ઈસ્લામિક ક્રાંતિ બાદ હિજાબ કાયદો લાગુ થયા બાદ ઈરાની મહિલાઓ અલગ અલગ રીતે તેનો વિરોધ કરી રહી છે : હિજાબનો વિરોધ કરી રહેલી 22 વર્ષની મહસા અમીનીના મોત બાદ હિંસક પ્રદર્શનો થયા'તા1:10 PM IST
રાહુલ ગાંધીની દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાતથી વિવાદ સર્જાયો : રાહુલ ગાંધી દિલ્હીમાં જે લોકો-પાઇલટ્સને મળ્યા હતા તેઓ બીજે ક્યાંકથી લાવવામાં આવ્યા હતા', ઉત્તર રેલવેનું નિવેદન : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રેલ સ્ટેશન ઉપર કોઈ રીલ કે ફિલ્મ બનાવવા આવ્યા હોય તેમ આઠ કેમેરામેન સાથે નવી દિલ્હી સ્ટેશન પહોંચ્યા હતા : ભાજપે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા1:12 PM IST
ત્રિપુરામાં એચઆઈવીના કારણે 47 વિદ્યાર્થીઓના મોતથી હાહાકાર : 828 વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો : રાજ્યમાં નશાની લતનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યુ : અત્યાર સુધીમાં 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓની ઓળખ કરાઈ જેમા વિદ્યાર્થીઓ નશાની લતનો ભોગ : સમગ્ર રાજ્યમાં કુલ 164 આરોગ્ય સુવિધાઓમાંથી ડેટા એકત્રિત કર્યા12:49 PM IST
ઉત્તર પ્રદેશમાં પૈસા મળતાં જ પત્નીઓ બેવફા બની ગઈ : પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લીધા બાદ 11 લાભાર્થી મહિલાઓએ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા અને તેમના પ્રેમીઓ સાથે ભાગી ગઈ : મહિલાઓના પતિઓની પોલીસ ફરિયાદ : આ પહેલા પણ નગર પંચાયત બેલહરા, બાંકી, ઝૈદપુર અને સિદ્દૌરની ચાર મહિલા લાભાર્થીઓના ખાતામાં આવાસનો પ્રથમ હપ્તો મોકલવામાં આવ્યો પરંતુ આ ચારેય મહિલાઓ આવાસના પ્રથમ હપ્તાના પચાસ હજાર રૂપિયા લઈને તેમના પ્રેમીઓ સાથે ભાગી ગઈ'તી12:41 PM IST
સામૂહિક આત્મહત્યા કેસમાં નવો વળાંક: બનેવીના હતા સાવકી માતા સાથે ગેરકાયદે સંબંધો: ઘડ્યું હત્યાનું કાવતરું : અલીરાજપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની આત્મહત્યાના મામલામાં નવો ખુલાસો: મૃતક યુવકના બનેવીના તેની સાવકી માતા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. સસરાને દૂર કરવા માટે બનેવીએ તેની સાવકી સાસુ સાથે મળીને જીવલેણ હુમલો:પોલીસે આરોપી અને તેની સાવકી સાસુને જેલમાં મોકલી દીધા9:17 AM IST
Jio સહિતની ટેલિકોમ કંપનીઓએ મોંઘા પ્લાન કર્યા : કોંગ્રસે મોદી સરકાર પર નિશાન સાધ્યું :પૂછ્યું- આંખો કેમ બંધ કરી છે? : કોંગ્રેસે કહ્યું કે 23 એપ્રિલે રજૂ કરાયેલ ટ્રાઈના રિપોર્ટ મુજબ દેશમાં સેલફોનનો ઉપયોગ કરતા ગ્રાહક દીઠ દર મહિને સરેરાશ કમાણી 152 રૂપિયા :ત્રણ ખાનગી કંપનીઓનો માર્કેટ શેર 91.6 ટકા છે, એટલે કે 119 કરોડ યુઝર્સમાંથી 109 કરોડ યુઝર્સ આ ત્રણ કંપનીઓના છે.9:17 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસરકારની ઉચ્ચ શિક્ષણ ની વાત ખાલી કાગળ પર...?!નેત્રંગ તાલુકાની શાળાઓમાં અપુરતા પાઠ્યપુસ્તકો પહોંચતા વિધાર્થીઓના અભ્યાસ પર અસર : શાળા પ્રવેશોત્સવના કાયઁકમમાં પાઠ્યપુસ્તકોની વધ-ઘટ થઈ પરંતુ આ બાબત કોઈને ખબર જ પડી નહીં...?:મહત્વના વિષયોના પાઠ્યપુસ્તકો વિધાર્થીઓને મળ્યા ન હોવાથી કેવી રીતે અભ્યાસ કરશે12:54 AM IST
લોકો માટે - લોકો સાથે - લોકો વચ્ચે સરકાર - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર જનકલ્યાણ અભિગમ : મુખ્યમંત્રી પટેલના નેતૃત્વમાં પ્રો પિપલ-પ્રો એક્ટિવ ગવર્નન્સનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડતું ગુજરાતનું પ્રશાસનિક તંત્ર : દાહોદથી દ્વારકા - અંબાજીથી આહવા સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓના તાલુકાનાં ગામોની જિલ્લાના વહીવટી વડા કલેક્ટર - ડી.ડી.ઓ દ્વારા આકસ્મિક નિરીક્ષણ મુલાકાત : અંતરિયાળ વિસ્તારનાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય - શિક્ષણ - આંગણવાડી - અન્ન વિતરણ - મધ્યાહન ભોજન - દૂધ સંજીવની યોજના - ભારતનેટ કનેક્શન - બેન્કિંગ સેવાઓની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લા તંત્ર દ્વારા જાત માહિતી મેળવવાનો નવતર પ્રયોગ : ફિલ્ડના અધિકારીઓએ કરાવેલી અમલીકરણ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર્સ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેકટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓની સંબંધિત ગામની મુલાકાતના પ્રતિભાવો સ્થળ પરથી જ મેળવ્યા8:00 PM IST
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેલ્થકેર ઓનર્સ કોન્કલેવ 'H.O.Con'નો શુભારંભ કરાવ્યો : આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે અનેક નોંધપાત્ર ઉપલબ્ધીઓ મેળવી : ઋષિકેશ પટેલ : કિફાયતી સારવારની ઉપલબ્ધીને કારણે ગલ્ફ અને આફ્રિકન દેશોના નાગરિકોમાં મેડિકલ ટુરિઝમ માટે ગુજરાત પ્રથમ પસંદગી : આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે બદલાતા સમય અને ટેકનોલોજી વચ્ચે નાગરિકોનો સરકાર પર ભરોસો વધ્યો- શ્રી ઋષિકેશ પટેલ : મેડીજેન્સ દ્વારા આયોજિત કોન્કલેવમાં આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર હોસ્પિટલ સંચાલકોને સન્માનિત કરાયા3:55 PM IST
આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસના પંજામાં : રાહુલ ગાંધીના જગન્નાથ મંદિરના દર્શન કાર્યક્રમ અંતર્ગત કોઇ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની રણનીતિમાં રાતોરાત ફેરફાર થયા ભગવાનના મામાના ઘર પાસે લાખો લોકોના જમાવડો ધ્યાને રાખી સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરી દ્વારા સતત પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ : શરદ સિંધલ, અજિત રાજિયાન ટીમ રથયાત્રા આગળ છેવટ સુધી ચાલીને સાથે રહેશે12:31 PM IST
વિદ્યાર્થીજીવનનો સૌથી મોટો શત્રુ આળસ છે, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ : પ્રાચીન સમયમાં આશ્રમ અને ગુરુકુળ શિક્ષણ પરંપરામાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બાળકમાં સંસ્કારોનું સિંચન કરીને તેનું ચારિત્ર્ય નિર્માણ કરવામાં આવતું હતું : વિદ્યા અમૃતતત્વની પ્રાપ્તિ કરાવે છે તથા શરીર અને જીવનનો ઉદ્દેશ સાર્થક કરે છે : યુવાઓને શિક્ષિત અને દીક્ષિત કરવાના પૂજ્ય બાપુના વિચારો અને તેમના જીવનમૂલ્યોને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિદ્યાપીઠ કામ કરી રહી છે : રાજ્યપાલ - કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી : રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો : ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુરૂપૂર્ણિમા સત્ર અને વસંતપંચમી સત્ર એમ બે ભારતીય શૈક્ષણિક સત્ર પરંપરાનો પ્રારંભ3:42 PM IST
રાજપીપળાના યુવાને મુખ્યમંત્રીને લખેલા પત્ર ને બે મહિના થવા છતાં પાલિકા તંત્રના પેટ નું પાણી હાલ્યું નથી..!! : યુવાને નગરપાલિકાએ બે વર્ષ થી EPF ના નાણાં નહિ ચૂકવ્યા હોવાની રજુઆત કરી હતી:રજૂઆત કરનાર યુવાન પોતે પત્રકાર હોવા છતાં પાલિકાના સત્તાધીશો બે વર્ષ સુધી તેના હક ના નાણાં આપવામાં ધક્કે ચઢાવે તો બાકી કર્મચારીઓની તો શું હાલત હશે12:57 AM IST
જે શહેરમાં એરપોર્ટ ન હોય કે ફાઇવ સ્ટાર હોટલ ન હોય ત્યાં આ VVIP ચોર ચોરી કરતો નથી : માત્ર ગુજરાત નહિ,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોની પોલીસ આ મહાનુભાવ ચોરને શોધી રહી છે : આલીશાન બંગલામાં રહી પ્લેનમાં જ ચોરી કરતા સંખ્યાબંધ નાંમ ધરાવતા ચોરને રેન્જ વડા પ્રેમવીર સિહ, વલસાડ sp કરણરાજ વાઘેલાનાં માર્ગદર્શનમાં ઝડપનાર એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ અકિલા સમક્ષ અદભુત કથા વર્ણવે છે4:45 PM IST
હીરામણિ શાળામાં ભૂલકાઓ દ્વારા રથયાત્રા4:03 PM IST
સિવિલ હોસ્પિટલમાં જીવલેણ બેદરકારીથી નવજાતનું મોત : ગોંડલમાં રહેતાં બિહારી પરિવારના નવજાત પુત્રને ન્યુમોનિયાની સારવાર માટે રાજકોટની ઝનાનાના ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરાયું હતું: સાજા થતાં રજા આપવાની હતી એ પહેલાઃ પગલા ન લેવાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો પરિવારજનોએ નિર્ણય કર્યોઃ પોલીસ કાર્યવાહી થતાં મૃતદેહ સંભાળ્યો : ઝનાના હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગમાં બનાવઃ નાસ લેવાના મશીનમાં આપવાની દવા ઇન્જેક્શનમાં ભરી નર્સિંગ છાત્ર દ્વારા બાળકને વેનમાં આપી દેવાતાં હાલત બગડી અને મૃત્યુ થયાનો આક્ષેપઃ કોન્ટ્રાક્ટ બેઝ એક નર્સને છુટા કરવાની કાર્યવાહી2:12 PM IST
૧૫ કરોડના દાગીના ખરીદ કર્યા એ નાણા કોણ આપી ગયું એ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને યાદ નથી! : ભ્રષ્ટાચારના ગુનામાં રિમાન્ડ પર રહેલા સાગઠીયા પાસેથી વિસ્તૃત વિગતો ઓકાવવા એસીબીની મથામણ પત્નિને દાગીનો ખુબ શોખ હોવાથી અને ઇન્વેસ્ટમેન્ટ માટે દાગીના ખરીદ્યાનું પણ રટણઃ જો કે મોટા ભાગના દાગીનાનો ઉપયોગ પણ થયો નથીઃ લાંચ આપનારા કોણ કોણ? તેના નામો બહાર આવશે કે કેમ? તેની ચર્ચા3:43 PM IST
કડીયા કામની મજૂરી ન મળતાં પૈસા ખુટી જતાં મંદિરમાં ચોરી કરીઃ સુનિલ પકડાયો : ગોવિંદનગરના શાંતેશ્વર મંદિરમાં થયેલી ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમારની ટીમની કામગીરીઃહેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ. મોહિલરાજસિંહ અને ગોપાલ પાટીલની બાતમી4:18 PM IST
કૃષ્ણનગર-ગુરૂપ્રસાદ ચોકમાં બે દૂકાને લુખ્ખાગીરીઃ મીત અને રાહુલને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું : જુઓ વિડિયો : ગુરૂપ્રસાદ ચોકમાં મોબાઇલની દૂકાન ધરાવતાં ગોૈતમ વરણ અને કૃષ્ણનગરમાં પાનની દૂકાને કામ કરતાં મિતરાજ ચોૈહાણની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યાઃ માથાકુટના વિડીયો થયા હતાં વાયરલ : મોબાઇલની દૂકાને જઇ મારો ફોન કેમ રીપેર નથી થયો? કહી દૂકાનદારના ગળે છરી રાખી દીધીઃ પાનની દૂકાને ટેબલ પર છરી પછાડી કર્મચારીને કહ્યું-તારા શેઠ ક્યાં છે? પછી ૪૦ રૂપિયાની સિગારેટ લઇ પૈસા ન દીધા1:52 PM IST
કાલે ભગવાન જગન્નાથજી રથયાત્રામાં ૬ આઇપીએસ સહિત ૧૭૮૬નો બંદોબસ્ત : ૨૨ કિલોમીટરના રૂટ પર ફરનારી રથયાત્રામાં ૬૦ વાહનો અને હજારો ભાવિકો જોડાશે : પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કાફલો ખેડેપગે રહેશેઃ ધાબા પોઇન્ટ, વોકીટોકી, બાયનોક્યુલર સાથે જવાનો રહેશે તૈનાતઃ બોડીવોર્ન કેમેરા સાથે સ્ટાફ સજ્જ હશે3:00 PM IST
હરે કૃષ્ણ મહામંત્રના કિર્તન સાથે ઇસ્કોન મંદિર દ્વારા કાલે રથયાત્રા : નિજ મંદિરે વિશેષ મંગળા આરતી, શ્રૃંગાર દર્શન, ભગવાન જગન્નાથને પ૬ ભોગ અર્પણ, પ્રવચન, ભંડારો : ર૦ ફુટ લાંબા, ૧ર ફુટ પહોળા અને શિખર સાથે ર૦ ફુટ ઊંચા, ફુલોથી સુશોભિત તેમજ લાઇટોથી શણગારેલા રથમાં સાડા ત્રણ ફુટ લંબાઇ અને પહોળાઇના ભગવાન જગન્નાથજી, ભાઇ બલદેવજી અને બહેન સુભદ્રા નગરચર્યાએ નિકળશે, રથના પૈંડાં જ ૭ ફુટના છે : કાલે સાંજે પ વાગે કોટેચા ચોકથી રથયાત્રાનો પ્રારંભઃ ઇસ્કોન મંદિરે સમાપનઃ ભાવિકોને બુંદીના ૮૦ હજાર પેકેટનું વિતરણ2:17 PM IST
૧૧ અને ૧૨ વર્ષની બે બહેનોને રાજકોટથી ઉઠાવી જનાર આઝમગઢનો શખ્સ મુંબઇમાં પકડાઇ ગયો : મુંબઇ કલ્યાણ રેલ્વે પોલીસે હાલ રાજકોટ રહેતાં યુપીના કરણને બાળાઓ સાથે દબોચ્યોઃ રાજકોટ પોલીસ મુંબઇ પહોંચી યુનિવર્સિટી પીઆઇ સી. એચ. જાદવે બાળાઓની તસ્વીરો સાથેની વિગતો ઓલ ઇન્ડિયા પોલીસ બ્રોડકાસ્ટમાં મુકતાં તેના આધારે પત્તો મળ્યો4:18 PM IST
કાલાવડ આઇટીઆઇ ખાતે વૃક્ષારોપણ12:20 PM IST
દ્વારકાના લાડવા ગામે સતવારા વૃદ્ધની કરપીણ હત્યા11:31 AM IST
જામનગરમાં ફલેટમાં બેટરી ફાટતા આગ લાગી 2:06 PM IST
જામ જોધપુર તાલુકા શાળા નં-૧માં મુળુભાઈ બેરાની ઉપસ્થીતીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો : પ્રવેશોત્સવ સાથે રકતદાન કેમ્પ વૃક્ષા રોપણ વોટર કુલર લોકાર્પણ તેમજ વ્યક્તિ વિશેષ સન્માનઃ પી એમ તાલુકા શાળા નં-૧ ના આ ભવ્ય શાળા પ્રવેશોત્સ જોઈ શાળા પ્રવેશોત્સવ ના પ્રણેતા વડાપધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર : વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા9:42 AM IST
પરબધામમાં પૂ.કરશનદાસબાપુના સાનિધ્યમાં અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ : ભવ્ય લોકમેળામાં લોકો ઉમટયા કાલે વિધીવત મેળો ખુલ્લો મુકાયેલ પૂર્વે ભાવિકોનું આગમનઃ એસપી હર્ષદ મહેતાએ સ્થળની મુલાકાત લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યોઃ ૨ ડીવાયએસપી ૨ પીઆઇ, ૧૪ ફોજદારો, ૫૫૦ થી વધુ પોલીસ જીઆરડી હોમગાર્ડ અને એસઆરપી તૈનાત10:08 AM IST
પોરબંદરમાં દેવતણખીબાપા અને લીરલ માતાજી ધામમાં અષાઢી બીજ મહોત્સવ : આવતીકાલે સવારે ધ્વજારોહણ બાદ શોભાયાત્રા : સર્વરોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પ : બહેનો માટે રાસગરબાઃ મહાપ્રસાદ : સંતવાણી-લોકડાયરો અતિથિ વિશેષ પદે ડો. મનસુખભાઇ માંડવીયા, જગદીશ પંચાલ, અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહેશે12:08 PM IST
આ હેરસ્ટાઇલ છે કે ચાની કીટલી ?9:36 AM IST
બ્રિટિશ અભિનેત્રી લિસા મેક્સવેલના પરિવાર પર આભાસી આઘાત: ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીના અચાનક નિધનથી શોકનું મોજું ફરી વળ્યું : બ્રિટિશ ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અને 'લૂઝ વુમેન' ફેમ લિસા મેક્સવેલના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે ન્યૂ યોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેમની વ્હાલી દીકરીનું રહસ્યમય અને અચાનક અવસાન થયું છે.11:03 PM IST
બોલિવૂડ ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું: ઇમરાન હાશ્મી અને જેનેલિયા દેશમુખની જોડીએ ધમાલ મચાવી દીધી : આદિત્ય દત્ત દિગ્દર્શિત માસ એન્ટરટેઈનર ફિલ્મમાં રોમાંસ, એક્શન અને સસ્પેન્સનો જબરદસ્ત ડોઝ જોઈને ચાહકો અત્યંત ઉત્સાહિત અને નશામાં ગરકાવ થઈ ગયા. ખુરાનાનો ખલનાયકનો પરિચય આકર્ષક કેન્દ્ર બન્યો2:00 PM IST
સેન્સર બોર્ડે ત્રિદેવને પ્રતિબંધિત કરવાની ધમકી આપી હતી:આ ફિલ્મોમાં બનાવાઈ હતી 'ઓયે-ઓયે' ગીતની રિમેક: જુઓ વિડિઓ : 1989માં ત્રિદેવ નામની એક ફિલ્મ રિલીઝ થઈ:ફિલ્મની વાર્તાથી લઈને ગીતો સુધી લોકોને ખૂબ પસંદ આવ્યા: હવે તેની રિલીઝના 35 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.11:38 PM IST
આમિર ખાન-ફરહાન અખ્તરની મોટી તૈયારી, ઓટીટી સાથે સ્પર્ધા કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ લાવશે: પ્રેક્ષકોને નવું મનોરંજન મળશે : આમિર ખાન અને ફરહાન અખ્તરે મનોરંજનની દુનિયામાં કંઈક મોટું કરવા માટે હાથ મિલાવ્યા: બંને સાથે મળીને એક નવું ડિજિટલ પ્લેટફોર્મ લાવવાની તૈયારીમાં :દર્શકોને મનોરંજનનો નવો અનુભવ આપે તેવી અપેક્ષા 3:29 PM IST
પ્રશાંત ચગનો આજે જન્મદિન4:04 PM IST











































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































