<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

BZ ગ્રુપના CEO ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે

ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી CID ક્રાઇમને આશંકા

અમદાવાદ : એકના ડબલની લાલચ 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. BZ ગ્રુપના CEO ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે. CID ક્રાઇમે લુકઆઉટ નોટિસ અંગે કાર્યવાહી હાથ ધરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી CID ક્રાઇમને આશંકા છે. કૌભાંડીને વિદેશ ભાગતો અટકાવવા પોલીસ વિભાગે આ નિર્ણય લીધો છે.


 

(8:30 PM IST)