<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

૧૮૮૯માં લોટરીની આવકમાંથી બન્‍યા હતા ગિરનારના પગથિયા : ૧૩૩ વર્ષ પહેલા એ સમયગાળાની એક અનોખી ‘ગિરનાર લોટરી સ્‍કીમ' બહાર પાડવામાં આવી હતી : ઇ.સ. ૧૧૬૬ માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્‍થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્‍માર થઈ જતાં ઇ.સ. ૧૬૨૭ માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોધ્‍ધાર કરાવ્‍યો હતો : દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ અને હજૂર આસિસ્‍ટન્‍ટ પુરુષોત્તમરાય ઝાલાની રજૂઆત પછી ગિરનાર સીડી વિશે વિચારાયું : જૂનાગઢ શહેરની વસતિ વર્ષ ૧૮૮૧માં ૨૪ હજાર ૬૭૯ જયારે ૧૦ વર્ષ બાદ વર્ષ ૧૮૯૧માં ૩૧ હજાર ૬૪૦ નોંધાઈ હતી : એ જમાનામાં ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ રૂ. ૧૩૦૦૦૦ થયો. સીડીઓ બનાવવામાં કુલ ૧૯ વર્ષનો સમય લાગ્‍યો4:42 PM IST