News of Wednesday, 27th November 2024
ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલા PHD રિસર્ચરનું મોત

-- આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHD રિસર્ચર 12 ફૂટના ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતર્યા હતા: અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને દટાયા
ફોટો
અમદાવાદ : અમદાવાદના ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલા PHD રિસર્ચરનું મોત થયુ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર અને PHD રિસર્ચર લોથલમાં 12 ફૂટના ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતર્યા હતા અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને તેમાં દટાયા હતા. જેમાંથી PHD રિસર્ચરનું મોત થયુ છે. અન્યને બહાર કાઢીને સોલા સિવિલમાં દાખળ કરાયા છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
