<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

પીંછીપુરા ગામે પતિ એ જલ્દી જમવાનું બનાવવાનું કહેતા ઝેરી દવા પી આધેડ મહિલા નો આપઘાત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામમાં નજીવી બાબતે આધેડ મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું
  પ્રાપ્ત વિગતો અનુસાર મધીબેન મોહનભાઇ દલસુખભાઇ તડવી( ઉ.વ. ૬૩ )ધંધો.ઘરકામ (રહે.પીંછીપુરા )ને તેમના પતિ એ જલ્દી જલ્દી પાણી ગરમ કરવા અને જલ્દી જલ્દી જમવાનું બનાવવાનું કહેતા પત્ની થાકેલા હોય પોતાના પતિની ઉતાવળ તેઓને મનમાં લાગી આવતા પોતાની સાસરીમાં ઝેરી દવા પી જતા સારવાર માટે તિલકવાડા સરકારી હોસ્પીટલ તેમજ રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે આપી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા સારવાર દરમ્યાન બીજા દિવસે તેમનું મોત થયા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.


 

(12:44 AM IST)