<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને રૂ.1.29 લાખના મુદ્દામાલ સાથે SOG નર્મદાએ દબોચી લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા માં સમયાંતરે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હોટલ ગેસ્ટ હાઉસ સહિતનું ચેકીંગ કરી નિયમોનું પાલન કરાવે છે અને એન.ડી.પી.એસ ના પણ કેસો કરે છે જેમાં હાલમાં ગરુડેશ્વર તાલુકા માંથી એક ખેતર માં ગાંજો વાવનાર શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે
   મળતી માહિતી અનુસાર નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વાય એસ શિરસાઠ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમની ટીમએ છત્રસિંહ બામણભાઇ વસાવા (રહે. ઝરવાણી, સિંગલબાર ફળિયુ તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાએ પોતાના ઘરની બાજુમાં આવેલ પોતાના કબ્જાના ખેતરમાં કોઇપણ જાતના અધિકૃત પરવાના વગર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર કરી કુલ ગાંજાના છોડ નંગ-૩૩ જેનું કુલ વજન ૧૨ કિલો ૯૦૦ ગ્રામ કિ.રૂ.૧,૨૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા એસ. ઓ.જી.એ ગુનો નોંધી આગળ ની તપાસ ગરુડેશ્વર પોલીસ ને સોંપી છે.

(12:51 AM IST)