<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ગરુડેશ્વર તાલુકામાંથી સગીરાનું અપહરણ થતા પિતાએ પોલીસનું શરણું લીધું

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાંથી એક સગીર વયની દીકરીનું લગ્ન કરવાની લાલચ અપહરણ કરતા ચકચાર મચી જવા પામી છે
  મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને તારીખ ૧૧/૧૧/૨૦૨૪ ના રાત્રીના આઠ વાગ્યાના અરસામાં જીજ્ઞેશભાઈ બંસીભાઈ ભીલ (રહે.ચીચડીયા ગામ), નામનો યુવાન સગીર દિકરી ને કાયદેસરના વાલીપણામાંથી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે યુવાન વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:55 AM IST)