તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
રાજકોટમાં બનશે ૩૮ માળની ગગનચુંબી ઇમારત : સલામતીના ઉચ્ચતમ ધોરણો ધરાવતો સત ડેવલોપર્સનો રેસીડેન્સીયલ કમ કોમર્શીયલ પ્રોજેકટ ‘સ્કાયલાઇન' બીજા રીંગરોડ પરના પરસાણા ચોકમાં આકાર લેશેઃ ‘ટોલ બિલ્ડીંગ પોલીસી' અંતર્ગત ઉંચાઇવાળા વિકાસને પ્રોત્સાહન મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરનો અર્બન ડેવલોમેન્ટ મોડલ વિકસશેઃ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા3:10 PM IST
પાકિસ્તાનમાં સૌથી મોટો રાજકીય ધડાકો : બલૂચિસ્તાન વિદેશ મંત્રાલયનો સનસનીખેજ દાવો – જેલમાં પૂર્વ PM ઇમરાન ખાનની હત્યા! : પાકિસ્તાની ગુપ્તચર એજન્સી અને આસિમ મુનીરની કથિત 'સાઝિશ' હેઠળ જેલમાં ટોર્ચર બાદ ઇમરાન ખાનની હત્યા કરાઈ હોવાનો ટ્વીટ દ્વારા દાવો : અફઘાન મીડિયાના અહેવાલને સમર્થન, પરંતુ પાકિસ્તાન સરકાર મૌન તોડતી નથી : રહસ્ય ઘેરાયું!3:57 PM IST
મલાક્કા સ્ટ્રેટમાં ૧૮૩ વર્ષનો રેકોર્ડ તૂટ્યો: વાવાઝોડું ‘સેન્યાર’ સક્રિય: સુમાત્રામાં ભારે વરસાદ: ભારતીય તટ પર અસર નહીં: અંદમાન અને નિકોબાર ટાપુઓ: ૨૬ અને ૨૭ નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે અને ૨૮ તથા ૨૯ નવેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણી : દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં એક અલગ હવાનું હળવું દબાણનું ક્ષેત્ર સક્રિય થયું છે, જે આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે: આ સિસ્ટમને કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને માહેમાં ૨૯ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા12:40 AM IST
મધ્યપ્રદેશના વીઆઇટી કેમ્પસમાં વિદ્યાર્થીઓનો હિંસક વિરોધ: વાહનો અને ઇમારતોને આગચંપી : હિંસા દરમિયાન એક બસ, બે ફોર વ્હીલ વાહનો, એક એમ્બ્યુલન્સ, છાત્રાલયની બારીના કાચ, એક આરો પ્લાન્ટ અને કેમ્પસના અન્ય ભાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ચારેક હજાર વિદ્યાર્થીઓએ સિહોર કેમ્પસમાં જોરદાર દેખાવુ કર્યા11:56 PM IST
હોંગકોંગની મહા ભીષણ આગનો મૃત્યુ આંક ઝડપ વધી રહ્યો છે: રાત સુધીમાં સત્તાવાર ૩૬ લોકોના મોત: ૨૭૯ લાપતા: ૨૯ ને ઇજા સાત ગંભીર : બહુમાળી ઇમારતોમાં લાગેલી આગને કારણે ઇમારતોની અંદરનું તાપમાન ખૂબ ઊંચું છે અને કાટમાળ તેમજ બળી ગયેલા પાલખ નીચે પડી રહ્યા છે: જેના કારણે બચાવ કામગીરીમાં ગંભીર મુશ્કેલીઓ: લાપતા થયેલા લોકોમાં મોટી સંખ્યામાં વૃદ્ધો11:43 PM IST
કેરળમાં સ્થાનિક ચૂંટણીઓ સાથે જ ચાલી રહેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ - એસઆઇઆર સામેની રિટ પિટિશનમાં સુપ્રીમ સમક્ષ દલીલો: ૯૦% ફોર્મ વિતરણ કામગીરી પૂર્ણ થયાનો ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં દાવો: ૭૦% ફોર્મ પરત આવી ગયા છે: કોઈ ઇસ્યુ નથી : કેરળ સરકારે અને સત્તાધારી પક્ષના સહયોગી સીપીઆઈએ આ બંને પ્રક્રિયાઓ એકસાથે યોજવા સામે વાંધો ઉઠાવ્યો:. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ૪ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી ચાલવાની છે: જ્યારે કેરળ રાજ્ય ચૂંટણી પંચે ૯ ડિસેમ્બર અને ૧૧ ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે11:20 PM IST
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કૃષ્ણા અલાવેરુથી નારાજ : બિહારમાં પરાજય અંગે કાલે દિલ્હીમાં સમીક્ષા બેઠક : બિહાર ચૂંટણીમાં 61 માંથી માત્ર છ બેઠકો જીતવાથી પાર્ટીમાં આંતરિક ઝઘડો વધ્યો:જો કોંગ્રેસ બિહારમાં પોતાને પુનર્જીવિત કરવા માંગે છે, તો તેણે આરજેડીની સમર્થન પ્રણાલી છોડી દેવી પડશે. આ મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.11:13 PM IST
ચક્રવાતી વાવાઝોડું 'સેન્યાર' તબાહી મચાવશે! આગામી 48 કલાકમાં તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. : હિંદ મહાસાગર પર બનેલ નીચા દબાણવાળી સિસ્ટમ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ: આંદામાન ટાપુઓમાં ભારે વરસાદની ચેતવણી:આગામી થોડા દિવસોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી11:06 PM IST
"દબાણ, ધમકીઓ, અને પરિણામ? આખરે આત્મહત્યા,":રાહુલ ગાંધીના BLO વિપિનના મૃત્યુ પર ચૂંટણી અયોગ્ય અને ભાજપ પર આકરા પ્રહાર : ઉત્તર પ્રદેશના ગોંડામાં BLO વિપિન યાદવની આત્મહત્યાએ રાજકીય હોબાળો મચાવ્યો:કોંગ્રેસનો આરોપ છે કે વિપિન OBC મતદારોના નામ દૂર કરવા માટે દબાણ હેઠળ હતા: રાહુલ ગાંધીએ આ ઘટના માટે ભાજપ અને ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યા10:53 PM IST
પૈસા આપો, કેસનો ઉકેલ લાવો:જયપુરમાં લાંચ કૌભાંડનો પર્દાફાશ: ITAT ન્યાયિક સભ્ય અને વકીલની ધરપકડ : CBI એ જયપુરમાં આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) સાથે જોડાયેલા એક મોટા લાંચ કૌભાંડનો પર્દાફાશ કર્યો: એજન્સીએ લાંચ લેતી વખતે એક વકીલ અને ITAT જજની ધરપકડ કરી:દરોડામાં ₹1 કરોડથી વધુ રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત 10:50 PM IST
ગાઝાની ગંભીર કરુણાંતિકા: ૧૦,૦૦૦ જેટલા લોકો હજુ પણ જમીનદોસ્ત થયેલી ઈમારતો નીચે દબાયેલા હોવાની ભીતિ વચ્ચે ૫૯૬ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા: કાટમાળ હટાવવાની કામગીરીમાં મહિનાઓ કે વર્ષોનો સમય લાગી જશે: અસલી તબાહીનો ચિતાર કાટમાળ હટ્યા બાદ જ સ્પષ્ટ થશે : હજારો ટન કાટમાળ નીચે દબાયેલા માનવ મૃતદેહોને કારણે રોગચાળો ફેલાવાનો ભય: ઉત્તરીય ગાઝાની સ્થિતિ વધુ વિકટ છે: ઘણા કિસ્સાઓમાં આખા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા છે: મૃતદેહોની ઓળખ કરવી એ એક મોટો પડકાર: જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ10:30 PM IST
દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ : કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની યજમાની કરશે અમદાવાદ : અમદાવાદના આંગણે ‘કોમનવેલ્થ ગેમ્સ’ની શતાબ્દીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અથાક પ્રયાસોને વધુ મજબૂતી આપશે: ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : અમે વિશ્વને આવકારવા સજ્જ છીએ : હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી8:21 PM IST
કેન્દ્ર સરકારના બે મહત્ત્વના નિર્ણયો: પુણે મેટ્રોનું વિસ્તરણ અને ભારતને 'રેર અર્થ મેગ્નેટ'માં આત્મનિર્ભર બનાવવાની યોજના! : ચીનની વૈશ્વિક નિર્ભરતા ઘટાડવા માટે ₹7,280 કરોડની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી : સાથે જ પુણેના IT હબ અને રહેણાંક વિસ્તારોને જોડતા ₹9,858 કરોડના મેટ્રો વિસ્તરણને પણ લીલી ઝંડી5:58 PM IST
૨ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ ધરતીના ઘણા વિસ્તારમાં ધોળા દિવસે અંધારૂ છવાશે : ધોળા દિવસે છવાઈ જશે ઘોર અંધારૂ, ૧૦૦ વર્ષમાં પહેલી વાર જોવા મળશે આવો ચમત્કાર, અચાનક તાપમાનમાં થઈ જશે ઘટાડોઃ એક ખગોળીય ઘટના ઇતિહાસના પન્ના પર નોંધાઈ જશે ેઃ આકાશમાં તારા દેખાવા લાગશેઃ એવું લાગશે કે પૃથ્વી જાણે થોડા સમય માટે થંભી ગઈ હોયઃ ૨૧મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, જે ૬ મિનિટ ૨૩ સેકન્ડ સુધી આખી પૃથ્વીમાં અંધારૂ પાથરી દે10:38 AM IST
બંધારણની તાકાતે સાધારણ વ્યકિતને પીએમ પદ અપાવ્યું : આજે ''બંધારણ દિવસ'' નિમિત વડાપ્રધાન દેશવાસી જોગ પત્ર લખ્યોઃ બંધારણ પ્રત્યે પોતાની શ્રધ્ધા વ્યકત કરી અને પોતાના રાજકીય અનુભવો જણાવ્યા : લોકતંત્રને મજબૂત બતાવવા અનુરોધઃ લોકો પોતાના કર્તવ્યના પાલન માટે સંકલ્પ લ્યેઃ સ્કૂલ-કોલેજને ૧૮ વર્ષના નવા મતદારોનું સન્માન કરે11:03 AM IST
પત્નિ ગર્ભાવસ્થાનો ઢાલ તરીકે ઉપયોગ કરી શકતી નથી... : દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો : ગર્ભાવસ્થા જીવનસાથીની ભૂતકાળની ક્રૂરતાને ભૂંસી શકતી નથી : હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો : છૂટાછેડા એ એકબીજા પર વિજય નથી, પરંતુ કાનૂની માન્યતા છે કે સંબંધ પાછો ન આવવાના બિંદુએ પહોંચી ગયો છે3:49 PM IST
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ : દેશભરની તમામ ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓની કડક તપાસ થશે, સરકાર અને યુજીસી પાસે પાઈ-પાઈનો હિસાબ માંગ્યો : જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે નોંધ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ સાથે મનસ્વી વર્તન કરી રહી છે3:45 PM IST
દેશભરમાં પ્રદુષણનો કહેર : ૪૪૭ જીલ્લાઓમાં હવામાં ઝેરી કણો ધારાધોરણથી વધુ : ગ્રેટર નોઇડામાં ૩પપ અને દિલ્હીમાં ૩૦૬ એકયુઆઇ નોંધાયો : વાયુ ગુણવત્તા બની ચિંતાનો વિષય : ગંગાના મેદાની વિસ્તારો દેશનો સૌથી વધુ પ્રદુષીત પટો : આસામ-ત્રિપુરા પ્રદુષણ હોટસ્પોટ બની રહ્યા છે : પીએમ ર.પ ની માત્રા વધવાથી શ્વસન સંબંધી બીમારીઓનો ખતરો 1:59 PM IST
ગજબ કેવાય! એક વાર માથામાં વાગ્યું તો બધું ભૂલી ગયો, ૪૫ વર્ષ પછી ફરી માથામાં વાગ્યું તો બધું યાદ આવ્યું : બોલિવૂડની જૂની ફિલ્મોમાં તમે હંમેશા જોયું હશે એક બાળક પોતાના પરિવારથી નાનપણમાં વિખૂટું પડી જાય છે અને પછી વર્ષો બાદ ફરી ક્યાંક મેળા અથવા રેલવે સ્ટેશન પર પોતાના પરિવાર સાથે મળે છેઃ આવી જ એક અસલી કહાની સામે આવી : ઓળખ વિના તે મુંબઈમાં ભટકવા લાગ્યો. નાના મોટા કામ કર્યાઃ પછી મહારાષ્ટ્રના નાંદેડમાં રહેવા લાગ્યોઃ ત્યાં એક કોલેજમાં નોકરી મળી સંતોષી સાથે લગ્ન કર્યા અને ત્રણ બાળકો પણ થયા10:32 AM IST
ચિત્તોડગઢના જગ પ્રસિદ્ધ શ્રી સાંવલિયા શેઠના મંદિરે દાનનો ઈતિહાસ રચ્યો: માત્ર ૪ રાઉન્ડમાં જ ભંડારમાંથી ૩૬ કરોડથી વધુ રોકડ નીકળી: જૂના તમામ રેકોર્ડ તૂટ્યા : આજે પણ ગણતરી ચાલુ હોવાથી અને ઓનલાઈન તેમજ સોના-ચાંદીની આવક ઉમેરવાની બાકી હોવાથી આ આંકડો ૪૦ કરોડને પાર કરી જવા ધારણા : સાંવલિયા શેઠને ભક્તો અને ખાસ કરીને વેપારીઓ પોતાના 'શેઠ' કે ભાગીદાર માને છે: માન્યતા છે કે વેપારમાં ભગવાનને ભાગીદાર બનાવવાથી નફામાં વૃદ્ધિ થાય છે: તેથી દેશભરમાંથી આવતા વેપારીઓ પોતાના નફાનો અમુક હિસ્સો અહીં દાનપેટીમાં અર્પણ કરે છે9:35 AM IST
PNB કૌભાંડમાં ED ની મોટી કાર્યવાહી: ભાગેડુ મેહુલ ચોક્સીના મુંબઈ સ્થિત ચાર ફ્લેટ લિક્વિડેટરને સોંપાયા; અત્યાર સુધીમાં ₹310 કરોડની સંપત્તિ રિકવર! : બોરીવલીના રહેણાંક એકમોનું થશે મુદ્રીકરણ: પીડિત બેંકોને વળતર ઝડપી બનાવવા માટે ED અને બેંકો દ્વારા સંયુક્ત પ્રયાસો; ચોક્સીનું બેલ્જિયમથી પ્રત્યાર્પણ નિશ્ચિત!9:38 PM IST
46 વર્ષ પછી ટ્રમ્પ ચીન સાથે 'સંધિ' કરીને પૂર્ણ કરી રહ્યા છે જીમી કાર્ટરનું અધૂરું મિશન!: પ્રાદેશિક ભાગીદારોના સમર્થન વિના તાઇવાનનો સંપૂર્ણ ત્યાગ કરવો અમેરિકા માટે લગભગ અશક્ય : તાઈવાનના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ: અમેરિકાનું બદલાતું વલણ વેપાર નિર્ભરતા તરફ, તાઇવાન રિલેશન્સ એક્ટ સુરક્ષાની ગેરંટી આપશે9:51 PM IST
"ગુરુ સાહેબજીના સંદેશા આજે પણ 350 વર્ષ પહેલાં જેટલા જ જીવંત અને શક્તિશાળી છે": PM મોદીની ઉપસ્થિતિમાં CM સૈનીએ ગુરુ તેગ બહાદુરજીને આપી શ્રદ્ધાંજલિ! : કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર ભવ્ય સમારોહ: હરિયાણામાં માર્શલ આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ અને ગુરુ તેગ બહાદુર મેડિકલ કોલેજ સહિત અનેક વિકાસ કાર્યોની જાહેરાત!9:56 PM IST
એલિયન દુનિયાની અદ્ભુત શોધ: માત્ર 34 દિવસમાં વર્ષ પૂરું, પૃથ્વી કરતાં 14 ગણો ભારે અને લોખંડ પીગળી દે તેવી ગરમી!: રહસ્યમય એક્સોપ્લેનેટ : વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત: TOI-1422 સિસ્ટમમાં 'ઉલ્ટા' ગ્રહનું માળખું અને ત્રીજા 'અદ્રશ્ય' ભૂતિયા ગ્રહની હાજરીની આશંકા!: ગ્રહોની રચનાના નિયમો દરેક જગ્યાએ સમાન નથી9:59 PM IST
PM મોદીએ કુરુક્ષેત્રમાં 'પાંચજન્ય શંખ સ્મારક'નું ઉદ્ઘાટન કર્યું: અયોધ્યાથી સીધા ધર્મક્ષેત્ર પહોંચી મહાભારત એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લીધી! : ₹5 ટન વજનનો વિશાળ શંખ: સત્ય અને ન્યાયના વિજયનું પ્રતીક; બ્રહ્મસરોવર પર આરતીમાં ભાગ લીધો, ગુરુ તેગ બહાદુરની શહીદ જયંતી નિમિત્તે સિક્કો બહાર પાડ્યો!10:00 PM IST
શ્રી માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં 'મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશ' પર વિવાદ: શું હિન્દુઓ જ અભ્યાસ કરી શકે? CM ઓમર અબ્દુલ્લાએ આપ્યો જડબાતોડ જવાબ! : બંધારણ અને મેરિટનો સવાલ: 50 બેઠકોમાંથી 42 વિદ્યાર્થીઓ કાશ્મીરી મુસ્લિમ હોવાથી ભાજપ અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ; લઘુમતી સંસ્થાનો દરજ્જો ન મળવાથી કાયદાકીય મર્યાદા!10:11 PM IST
યુક્રેન-રશિયા યુદ્ધનો અંત: શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ: ઝેલેન્સ્કી નવેમ્બરના અંતમાં અમેરિકા જઈને ટ્રમ્પને મળશે: યુરોપિયન દેશોએ પણ આ કરારને સમર્થન આપ્યું: ઝેલેન્સ્કીએ કહ્યું કે આ કરાર યુક્રેનની સ્વતંત્રતા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ : રશિયાની ફ્રોઝન એસેટ્સમાંથી યુક્રેનને પુનઃ બેઠું કરવા માટે ૧૦૦ અબજ ડોલર અપાશે: સેના ઘટાડવાની શરત રદ: ઝાપોરિઝિયા અણુ પ્લાન્ટને વિશેષ દરજ્જો: વિશ્વના અર્થતંત્ર અને ભારતને મોટી રાહત મળવાની આશા10:22 PM IST
ભવ્ય ઉજવણી: રાષ્ટ્રીય બંધારણ દિવસ ૨૦૨૫ નિમિત્તે દિલ્હીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન! : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં સેન્ટ્રલ હોલમાં યોજાશે રાષ્ટ્રીય સમારોહ: વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો રહેશે ઉપસ્થિત: બંધારણના મૂલ્યોનું થશે રાષ્ટ્રવ્યાપી પુનઃસમર્થન10:39 PM IST
જમ્મુ-કાશ્મીરમાં 'વ્હાઇટ કોલર' આતંકવાદી કનેક્શન: શૈક્ષણિક ટ્રસ્ટો પર તપાસનો ગાળિયો! : બારામુલા પોલીસે અલ હુડા એજ્યુકેશનલ ટ્રસ્ટ અને ઇદારાહ ફલ્લાહ-ઉ-દારૈન સોસાયટી સામે કરચોરી, FCRA ઉલ્લંઘન અને UAPA હેઠળ કાર્યવાહી શરૂ કરી : ભંડોળના દુરુપયોગની આશંકાએ હોસ્પિટલ લોકર્સ અને ખાતર ડીલરો પર પણ દેખરેખ વધારાઈ10:39 PM IST
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા : 28 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ :89 લાખનું ઇનામ ધરાવતા કટ્ટર કેડરો પણ મુખ્ય પ્રવાહમાં જોડાયા! : અસરકારક 'નિયાદ નેલ્નાર' અને 'પૂના માર્ગમ' યોજનાઓની સફળતા: બસ્તર વિસ્તારમાં શાંતિ અને ગૌરવના માર્ગે 500થી વધુ કાર્યકરોનું પુનર્વસન, હિંસક વિચારધારાના અંતના સંકેતો10:40 PM IST
ચીન પર કડક કાર્યવાહીની તૈયારી! સ્ટીલ આયાત પર ભારત સરકાર ભારે ડ્યુટી લાદવાની દિશામાં: સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષા આપવા 'સેફગાર્ડ ડ્યુટી' નો પ્રસ્તાવ ગંભીર વિચારણા હેઠળ! : સરકાર સ્ટીલ ઉત્પાદનોની આયાત પર 11% થી 12% ની "સેફગાર્ડ ડ્યુટી" લાદવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા : આ પગલું સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને બાહ્ય સ્પર્ધાના આંચકાઓથી બચાવવા માટે લેવાશે નિર્ણય 10:40 PM IST
ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગની આવક ૨૦૨૮ સુધીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા થશે- ક્રિસિલ : આ વૃદ્ધિ પાછળ ડેટા વપરાશમાં વધારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો વ્યાપ મુખ્ય કારણ: ભારતે એશિયાનું મુખ્ય ડેટા સેન્ટર હબ બનવા દોટ મૂકી:ટીસીએસ, રિલાયન્સ અને અદાણી જેવા મોટા ઉદ્યોગ જૂથોનું આ ક્ષેત્રમાં જંગી રોકાણ: દેશમાં ડિજિટલ ક્રાંતિ અને ૫-જી સેવાઓના વિસ્તરણને કારણે ડેટા સ્ટોરેજની માંગમાં વિસ્ફોટક વધારો નોંધાયો12:25 AM IST

કામ કરતા જ રહો.....

મનમોહક.....

વર્લ્ડ હેરિટેજ વીક

ભક્તોની ભીડ....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહવિક્રયના રેકેટનો ભાંડાફોડ : પોલીસે 13 મહિલાઓને અપાવી મુક્તિ : ઝોન–7 પોલીસે જુદા જુદા 13 મસાજ પાર્લરમાં રેડ કરી: સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ઝીરો સ્પા, બોડકદેવ પો. સ્ટે. વિસ્તારમાં બોડી બટર સ્પા, એલીસબ્રિજ વિસ્તારમાં ધ લેમન આયુર્વેદિક સ્પા અને આનંદનગર પો. સ્ટે. વિસ્તારમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પામાં દરોડા 12:47 AM IST
બંધારણ દિવસ: ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને અંજલિ આપી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરે દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી : બંધારણના આમુખ પઠન કરાયું10:25 AM IST
રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ: BBPS દ્વારા રૂ. ૧૮.૦૫ લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો : ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત સીધી ચુકવણીની સુવિધા શરૂ: ૯૦ દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, ચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા વિનંતી6:44 PM IST
સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આ પદયાત્રા સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ છે: વડાપ્રધાન નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણનું મહાકાર્ય થઈ રહ્યું છે સરદાર@૧૫૦ : રાષ્ટ્રીય યુનિટી માર્ચનો પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ વચ્ચે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર સાહેબના જીવન મૂલ્યો, આદર્શોને જાણીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા માટે રાષ્ટ્રીય પદયાત્રા સુવર્ણ અવસર છે : દેશમાં અનેક કલ્યાણકારી યોજનાઓના સચોટ અમલના કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે : ભૂપેન્દ્રભાઈ : કરમસદથી કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટર લાંબી પદયાત્રાના પ્રારંભે ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માનિક સાહા, કેન્દ્રીય મંત્રીઓ શ્રીમતી અનુપ્રિયા પટેલ અને નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિ : આ પદયાત્રા કોઈ સામાન્ય પદભ્રમણ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમા લોહપુરુષ સરદાર પટેલને સમર્પિત વિશેષ આયોજન છે : ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહા4:08 PM IST
સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી માનિક સાહાએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, નાણા, પોલીસ અને હાઉસિંગ, રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ, આણંદ સાંસદ મિતેશ પટેલ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના ઉપસ્થિત4:17 PM IST
મહિસાગરમાંથી રપ૮ કિલો પોષડોડા ઝડપાયા4:03 PM IST
અખંડ ભારતના આર્કીટેક: સરદાર પટેલ :૫૬૨ રજવાડાઓને એક કરનાર સરદાર પટેલનો 'લોખંડી' સંકલ્પ : અખંડ ભારતનો નકશો માત્ર રાજકીય દસ્તાવેજ નહીં પણ સરદારના લોખંડી સંકલ્પનું જીવંત ઉદાહરણ : રજવાડાના વિલીનીકરણથી આધુનિક ભારત માટે મજબૂત, એકીકૃત અને કેન્દ્રીય રાષ્ટ્રનો આધાર તૈયાર થયો :સરદારની દૂરંદેશીતાથી ભારત આજે એક મજબૂત લોકશાહી રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સમક્ષ ઉભર્યું :કુનેહ, મુત્સદ્દીગીરી અને મક્કમતાનો સમન્વય: 'પ્રિવી પર્સ' અને 'જોડાણ પત્ર'ના દસ્તાવેજોએ ભારતનો ઇતિહાસ બદલ્યો2:24 PM IST
ઈદરીશના ભાઈના ઘેર કરોડોની નકલી નોટો ગણવા પોલીસે નોટો ગણવાના મશીનો મંગાવ્યા : કુવિખ્યાત ઠગને પકડવા જેપી પોલીસ સ્ટેશન સાથે PCB, SOG ટીમો ડાકોર સુધી વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા મોકલવામાં આવી, તપાસનો ભારે ધમધમાટ : ૩ કિલો નકલી સોનું મળતા ફોરેન્સિક ટીમો પણ સીપી દ્વારા તાબડતોબ મોકલી આપેલઃ ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલ નોટો કોને પધરાવવાની હતી?: પોલીસ એકશન મોડમાં4:09 PM IST
સ્વદેશીથી સ્વાભિમાન સુધી: ગરવી ગુર્જરીના માધ્યમથી ગુજરાતના હસ્તકલાકારો ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને આપી રહ્યા છે વેગ : ‘ગરવી ગુર્જરી’ના સહયોગથી ગાંધીનગરના રિદ્ધિબહેન ચાવડાએ કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન, કાપડ ઉપરાંત હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગ ઉતાર્યા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને વેગ આપવામાં ગુજરાત સરકારની ગરવી ગુર્જરીનું મહત્વપૂર્ણ યોગદાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના દૃષ્ટિકોણ સાથે સ્વદેશી કારીગરી અને પરંપરાગત હસ્તકલાને આધુનિક બજારમાં નવી ઓળખ મળી3:18 PM IST
રાજકોટમાં યુવતિને ફસાવી બળાત્કારઃ બ્લેકમેઇલ કરી ૪ા લાખની ખંડણી પડાવીઃ લગ્ન પણ રોકાવ્યા : ન્યુડ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી અપાતીઃ માધાપર ચોકડીના મુકેશ સોલંકી વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ચોંકાવનારી ફરિયાદઃ યુવતિને કારમાં ચાર્જીંગ વાયર અને કડાથી માર પણ માર્યોઃ પાટીદાર ચોકની પ્રીતી ઘેટીયાએ ગુનામાં મદદ કર્યાનો આરોપ3:13 PM IST
ત્રિલોક પાર્કમાં હિતેષભાઇ પરમારના પરિવારને છરીના ઘા ઝીંકી દઇ પતાવી દેવાની પાડોશી દંપતિની ધમકી : ગોપાલ ચોક નજીક રહેતાં પરિવાર સાથે જુની અરજીનો ખાર રાખી ડખ્ખો કરાયો : હિતેષભાઇના દિકરાએ પોતાના દાદાને જમીને હાથ ધોઇ લેવાનું કહેતાં-પાડોશીએ તારા બાપના હાથ પણ ધોવડાવી લેજે કહી ગાળો ભાંડીઃ યુનિવર્સિટી પોલીસે મનોજ પરમાર અને તેના પત્નિ મીના પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો2:49 PM IST
જે નંબરથી બચવાનો મેસેજ હતો એમાં જ નિવૃત ફોૈજીએ કોલ કરી દીધો ને ૧૦ લાખ ઉપડી ગયા! : નિવૃત બેંક કર્મચારીઓના ગ્રુપમાં મેસેજ આવ્યો કે-પીએનબીના નામે આ ફોન નંબરનો ધારક ફ્રોડ કરે છે, તેનાથી બચજોઃ પેન્શન હયાતીનો દાખલો આપવા માટે ભુલથી આ નંબર ઉપર જ કોલ કર્યો અને છેતરી લેવાયા : રૈયા હીલ્સ ડ્રીમ સીટીમાં રહેતાં સિનીયર સિટીઝન સાથે ઓનલાઇન ઠગાઇઃ પુત્ર સુધીરભાઇ મોનાણીની સાયબર ક્રાઇમમાં ફરિયાદઃ પોલીસે પાંચ લાખથી વધુ ફ્રીઝ કરી દેતાં બચી ગયા : ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપનાર રાજકોટનો એક શખ્સ સકંજામાં4:09 PM IST
બાયોટેકનોલોજી ક્ષેત્રે ઉભરતી તકોઃ ડી.ડી.જાડેજા : ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા સેમીનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન : રાજકોટમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા યોજાયેલ સેમીનાર પ્રસંગે મિશનના ડાયરેકટર શ્રી ડી.ડી.જાડેજા (આઈ.એ.એસ.) જોઈન્ટ ડાયરેકટર, ડો.સ્નેહલ બગથરીયા, જાણીતા વકતા શૈલેષભાઈ સગપરીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.1:56 PM IST
ગુજરાતી સિનેજગત માટે ગૌરવની ક્ષણ : હારિતઋષિ પુરોહિતની આગામી ફિલ્મ 'દિવ'ની સ્ક્રિપ્ટને ત્રણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ : સુપરહિટ 'લાલો' ફિલ્મની સફળતા વચ્ચે 'આપણે તો ધીરુભાઈ' ફેમ હારિતઋષિની નવી ફિલ્મનું જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ થશે : રાજકોટ, ગીર, જૂનાગઢ અને દિવના વણખેડાયેલા લોકેશન્સ પર અત્યાધુનિક ટેકનિકથી નિર્માણ : ભાઈબંધી અને જિંદગીની રેસની હળવી રજૂઆત3:11 PM IST
ભાજપના પ્રદેશ નેતાઓનું રાજકોટમાં સ્વાગત2:10 PM IST
જામનગરનું વનતારા સંવર્ધન કેન્દ્ર વૈશ્વિક શ્રેષ્ઠતાનું કાયદેસરનું હબ છે: યુએન સાથે સંકળાયેલા વાઇલ્ડલાઇફ કન્વેન્શન દ્વારા સત્તાવાર પુષ્ટિ: વિરોધીઓના ભ્રામક આક્ષેપો ફગાવ્યા : વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને કલ્યાણકારી પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું: વનતારા સંબંધિત બધી ફરિયાદો અને મીડિયા અહેવાલો "નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના": વનતારામાં બધા પ્રાણીઓને કાયદેસર રીતે બિન-ધંધાદારી હેતુઓ માટે માન્ય આયાત પરવાના સાથે લાવવામાં આવ્યા હતા: વન્યજીવોની કોઈ દાણચોરી, કાળા નાણાંની હેરફેર અથવા નાણાકીય ગેરરીતિઓ આચરાઈ ન હતી12:08 AM IST
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી : લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત : જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી4:10 PM IST
કપાસની આડમા લીલા ગાંજાનું વાવેતરઃ ર.૭૯ કરોડના છોડ જપ્ત : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં : રાજેશ ઉર્ફે રાજુ ભુપતભાઇ ખવડ રહે, ખીટલા તા.સાયલા વાળાએ ખીટલા ગામની પામર નામની સીમમાં પોતાના કબજા ભોગવટાની વાડીમાં વાવેતર કર્યું હતુ : આરોપીની પૂછપરછઃ સુરેન્દ્રનગર એસઓજી ટીમની કાર્યવાહી 11:15 AM IST
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલાની મુલાકાતે રાજયના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ : સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર રણજિતકુમાર જે. (આઈ.એ.એસ.)નું ભાવભર્યું સ્વાગત કરતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી : ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ' અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિકસિત વિવિધ સ્મળતિ-સ્થળો : ચોટીલા, રાજકોટ, ધંધુકાના શૈક્ષણિક પ્રવાસ માટે ‘સમગ્ર શિક્ષા'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર રણજિતકુમાર જે. (આઈ.એ.એસ.)એ પ્રેરણા આપી11:26 AM IST
જામનગર જિલ્લા પંચાયતની રોટેશન યાદી જાહેર :જામનગર,લાલપુર, જામજોધપુર,જોડિયા, કાલાવડ,ધ્રોલ સહિતની બેઠકો માટે ફાળવણી : જુઓ સંપૂર્ણ યાદી : જાણો જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી કઈ બેઠક અનામત, બિન અનામત, સામાન્ય અને બિન સામાન્ય જાહેર ? જાણો કઈ સીટ અનીસુચિત જાતિ ,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય સ્ત્રી માટે ફાળવાઈ ?9:31 PM IST
જામનગરમાં કે. પી. શાહ લૉ કોલેજમા બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો : ભારતીય સંવિધાનના મહત્ત્વ, તેના ઈતિહાસ અને જાહેર જીવનમાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન : ડૉ. વિમલ પરમાર - આચાર્ય, કો-ઓર્ડીનેટર ડૉ. હિમાંશુ ગલાણી,DLSA સેક્રેટરી શ્રી શુક્લા,સહ અધ્યાપકો ડો. ડી. કે. છોટાઈ, ડૉ. નિર્મળસિંહ હેરમા,સંશોધક વિદ્યાર્થીઓ અમીબેન વારીયા, હર્ષાલીબેન જેઠવા સહિતના ઉપસ્થિત 4:14 PM IST
કચ્છમાં ૧૫૦૦ ફુટની ઉંચાઇએથી કુદવાની મહિલા એનસીસી કેડેટસની તાલીમ : પ્રથમ વાર કચ્છના NCC ના ૩ કેડેટ્સે પેરાશેઈલિંગની તાલીમ મેળવીઃ જામનગર ગ્રુપ હેડક્વાર્ટરના નેજા હેઠળ આગ્રામાં તાલીમ કેમ્પઃ પેરાજમ્પિંગમાં AN 32 હવાઈ જહાજ દ્વારા તાલીમમાં ભુજના ૩૬ એનસીસી બટાલિયનનાં કેડેટ ઓઢેજા અમાનત અને ૫ નેવલ યુનિટની કેડેટ જયશ્રી તથા ગાંધીધામનાં ૬ નેવલ યુનિટની કેડેટ હેમા શર્માએ તાલીમ લીધી10:59 AM IST
સ્વાતંત્ર્ય સેનાની ઝલકારીબાઇએ રાણી લક્ષ્મીબાઇ વતી લડત આપીને અંગ્રેજોને કિલ્લામાંથી ભગાડી મુકયા હતા : પોરબંદર ઘેડિયા કોળી ઠાકોર મંડળ દ્વારા કોળી સમાજના વીરાંગના ઝલકારીબાઇ જયંતીની ઉજવણીઃ વિપ્લોવ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકાઃ રાણી લક્ષ્મીબાઇની મહિલા સેનામાં સેવા આપી હતીઃ ૧૮૫૩માં દેશ માટે બલિદાન આપેલ12:14 PM IST
ઓએમજી.......ઇટાલીમાં બની ચાચી 420 જેવી ઘટના : મૃત માતાનું પેંશન શરૂ રાખવા માટે 56 વર્ષીય પુત્રએ માતાનું રૂપ ધારણ કર્યું:માતાના મૃતદેહને એક ઓરડીમાં જ બંધ રાખ્યો:આરોપીની માતા તેમના સ્વર્ગવાસી પતિને નામે મળતા પેન્શનની હકદાર હતી, જેની રકમ વાર્ષિક લગભગ 53,000 યુરો (આશરે રૂ. 54.79 લાખ) હતી: માતાનું મૃત્યુ જાહેર કરી દેવાય તો પેન્શન મળતું બંધ થઈ જાય એમ હોવાથી દીકરાએ માતાનો વેશ ધારણ કરી લીધો6:09 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
ઇથોપિયામાં ફાટેલ જ્વાળામુખીની રખાત ભારત સુધી તો પહોંચી હવે ધુમાડા ચીન તરફ આગળ વધી રહ્યા હોવાની માહિતી : હેલી-ગુબ્બી જ્વાળામુખી 12હજાર વર્ષ પછી અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો:તેમાંથી નીકળેલ રાખનો ગુબ્બારો 14 કી.મી.ની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો:હવે આ ધુમાડો ચીન તરફ આગળ વધી રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે 6:10 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
KBCમાં સિંગર શિલ્પા રાવની અમિતાભ બચ્ચન સાથે મ્યૂઝિકલ વાતચીત અને સફર, માતા-પિતા પણ હાજર રહ્યા : બિગ બી અમિતાભ બચ્ચને શિલ્પાના પહેલા ગીત ‘તોસે નૈના'ની પ્રશંસા કરી અને સ્વીકાર્યું કે તેણે દેશભરના પ્રેક્ષકોને તેનો અવાજ કેવી રીતે રજૂ કર્યો. શિલ્પાએ એ પણ યાદ કર્યું કે રેડિયોએ તે સમયે કેવી રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી10:43 AM IST
મનોજ મહેતાનો આજે જન્મદિવસ2:56 PM IST
































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































