News of Thursday, 28th November 2024
રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ઝુંડા મંદિર પાસે તૂટેલું નાળુ ખતરારૂપ
પ્રખ્યાત ઝુંડા સંકટમોચન હનુમાનજી મંદિર જતા આવતા ભક્તો અને ખાસ સ્ટેચ્યુ જતા પ્રવાસીઓ માટે આ જોખમી નાળાની ક્યારે મરામત થશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં અનેક માર્ગો અને નાળા જર્જરિત તૂટેલી હાલતમાં નજરે પડે છે પરંતુ તંત્રને આ બાબત ધ્યાન પર નથી આવતી અથવા નાનકડા રીપેરીંગના કામોમાં રસ નહિ દાખવી નવા કામોમાં મોટી કટકી કરવા ટેવાયેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ની મહેરબાનીથી જોખમી માર્ગો કે નાળા બનતા નથી અને આવી જ હાલત વિશ્વભર માં જાણીતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર આવેલા ઝૂંડા હનુમાન મંદિર પાસે આવેલું તૂટેલું નાળુ જોખમી હાલતમાં ઘણા સમયથી હોવા છતાં કોઈજ જોનાર નથી
મળતી માહિતી અનુસાર રાજપીપળાથી ઝુંડા સંકટ મોચન હનુમાનજી મંદિર જતા પહેલા આવેલી નાળું ઘણા સમયથી તૂટેલી હાલતમાં જણાય છે અને નાળાની સાઈડમાં પથ્થરોનો ઢગલો વાળી કોઈ અંદર ઘુસી ના જાય તેવી તંત્ર દ્વારા જાણે કાળજી લેવાઇ છે પરંતુ ત્યાં યોગ્ય મરામત કરવાની તંત્ર ને ફુરસદ નથી એમ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોના જીવ જોખમ માં જણાય છે તંત્ર દ્વારા તૂટેલા નાળામાં કોઈ વાહન ચાલક ઘુસી ના જાય તે માટે પથ્થરોના ઢગલા મુકાયા છે પરંતુ આ પત્થરો ઉપર સફેદ કલર પણ નહિ મારતા અંધારામાં વાહન ચાલકો પત્થરોમાં અથડાઈ તેવી સ્થિતિ જણાય છે.અને તંત્ર વહેલીતકે નાળું રિપેર કરાઈ તેવી તસ્દી પણ લેતું નથી તો શું કોઈનો જીવ ગયા બાદ તંત્ર જાગશે..?
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
