<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રાજપીપળા શાક માર્કેટ પાસે ફરજ બજાવતા ટીઆરબી ની પ્રમાણિકતા જોવા મળી

રાજપીપળા : ગત તારીખ ૨૬/૧૧/૨૦૨૪ ના રાજપીપલા શાક માર્કેટ પાસે ફરજ બજાવતા ટી આર બી, તડવી વાસંતીબેન મિથુનભાઈ, અને વસાવા મંછીબેન અમરસિંહ ટ્રાફિક નિયમન નું પાલન કરાવતા હતા ત્યારે બાલાજી મેડિકલ પાસેથી એક મોબાઇલ મળી આવ્યો, જેની આશરે કિંમત 15 થી 20 હજારની હોય, આ મોબાઈલના મૂળ માલિક ને શોધી ને મોબાઈલ પરત કર્યો હતો મોબાઇલ માલિક ડભોઇના હતા અને અહીંયા કામ અર્થે આવ્યા હતા.આમ ટીઆરબી જવાનો ની એક બાદ એક પ્રમાણિકતા જોવા મળી રહી છે.(ભરત શાહ, રાજપીપળા)

(1:01 AM IST)