News of Friday, 29th November 2024
સુરતની કોર્ટમાં બોગસ સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરનાર પકડાયો:જામીનદાર મહેશ બચુ સિપ્રા સામે ઠગાઇનો ગુનો
આરોપીને છોડાવવા જામીનદારે મૂકેલું સોલવન્સી સર્ટી બોગસ નીકળ્યું: ખટોદરાના ગુનાના આરોપીને છોડાવવા બોગસ દસ્તાવેજ રજૂ કર્યા હતા

સુરતની કોર્ટમાં બોગસ સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરનાર પકડાયો છે. જામીનદાર મહેશ બચુ સિપ્રા સામે ઠગાઇનો ગુનો નોંધી ધરપકડ કરાઇ છે,
આરોપીને છોડાવવા જામીનદારે મૂકેલું સોલવન્સી સર્ટી બોગસ નીકળ્યું. ખટોદરાના ગુનાના આરોપીને છોડાવવા બોગસ દસ્તાવેજ રજૂ કર્યા હતા. જજે સર્ટિફિકેટની જેતપુર મામલતદારથી ખરાઇ કરાવતા બોગસ નીકળ્યા હતા. જેતપુરના રેકોર્ડમાં મહેશ બચુનામની કોઇ અરજી નહોતી થઇ. જામીનદાર આરોપીને ઓળખતો નહોતો છતાં ખોટી ઓળખ આપી હતી. બોગસ સોલવન્સ સર્ટિફિકેટ ઉભું કરીને આરોપીને છોડાવવા પ્રયાસ કર્યો હતો .
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
