<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

હાલથી ઠંડીમાં આંશિક વધારોઃ પવનની દિશા બદલાશેઃ બે ત્રણદી' તાપમાન ૧૧ થી ૧૪ ડીગ્રી વચ્‍ચે રહેશે

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડી વધશેઃ હવામાન ખાતું

અમદાવાદઃ રાજયમાં બે દિવસ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ રાજયમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગમી બે દિવસ રાજયનું વાતાવરણ આવું જ રહેશ. જયારે બે દિવસ બાદ તાપમાન એકથી બે ડીગ્રી ઘટશે.

પવનની દિશા બદલવાના કારણે ઠંડીમા઼ વધારો થશે. એટલે કે તાપમાન ૧૧ થી ૧૪ ડિગ્રી વચ્‍ચે રહે તેવી શકયતા છે.

રાજયના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલ શનિવારથી રાજયનાં તાપમાન ઘટાડો થશે. પવનની દિશા બદલવાને કારણે ઠંડી વધશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. ગુજરાતમાં અત્‍યારે વિવિધ શહેરોનું તાપમાન ૧પ થી ૧૮ ડિગ્રી વચ્‍ચે છે. પરંતુ બે દિવસ બાદ તાપમાનમા઼ ઘટાડો થતાં લોકોને ઠંડીનો અનુભવ થશે.

(12:28 PM IST)