<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

યુવા વર્ગને જીવન ટુકાવતા રોકવા પુલોની ડિઝાઇન ફરશે, ક્ષણિક આવેશમાં આવેલ પાછા ફરે તેવા સૂત્રો સાથેના હોર્ડીગ લાગશે

ગંભીર ગુન્‍હાઓ ઉકેલવા જેની મદદ લેવામાં આવે છે, તેવી અમદાવાદ ડીસીબી દ્વારા પ્રસંશનીય કાર્ય ઇન્‍ચાર્જ સીપી અને મોટીવેશનલ સ્‍પીકર અજય ચોધરી અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંદ્યલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમનું પ્રેરણાદાયક કાર્ય

રાજકોટ તા. ર૯ આજના ભૌતિક યુગમાં યુવાનો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવા પેઢી દ્વારા ડિપ્રેશનમાં આવી પુલો સહિત ઊંચી જગ્‍યાએથી જીવન ટૂંકાવવાનો વધતા બનાવો સામે આવી દ્યટનાઓ અટકાવી વાલીઓનાં એકના એક સંતાન તથા લાડકવાયા છીનવાઈ જતા અટકાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા માનવીય અભિગમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ક્ષણિક આવેશમાં આવી આત્‍મહત્‍યા કરી લે છે, તેવા સ્‍થળે આવા બનાવો રોકવા અને આપદ્યાત સ્‍થળેથી યુવા પેઢી મહત્‍વના સંદેશા વાંચી પાછા ફરે તથા પુલના અભ્‍યાસ બાદ તેની ડિઝાઇન બદલાવી આત્‍મહત્‍યા ન કરી શકે તેવું અદભુત આયોજન અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ ડીસીપી અજિત રાજિયાણ ટીમ દ્વારા શરૂ કરવામાં આવશ.ે     

 આ માટે તજજ્ઞો અને જાગૃત વિધાર્થીવર્ગ સાથે ચર્ચા કરી હાલની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે.             ચો તરફ માનવ જીવન અમૂલ્‍ય અને ઈશ્વરનું વરદાન હોવાં જેવા સૂત્રો લાગશે.  એજ જીવન ટૂંકાવવાથી તેમના માતા પિતા, સંતાનોની હાલત કેવી દયનીય બનશે તેવું ધ્‍યાનાકર્ષક રીતે દર્શાવશે. કોઈ મૂંઝવણ કે સમસ્‍યા હોય તેવા સમયે કાઉન્‍સિલીગ કરી ખોટા  વિચારો દૂર કરાશે. કોઈની ધાક ધમકી જવાબદાર હોવાનું જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.                            અમદાવાદના ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી કે જેઓ વિશ્વ લેવલનાં એબસ્‍ટ્રેક્‍ટ આર્ટીસ્‍ટ છે, તેવો ખૂબ સારા મોટીવેશનલ સ્‍પીકર પણ છે, જેને કારણે તેવો પણ આ પ્રોજેક્‍ટમાં ખૂબ ઊંડો રસ દાખવી રહ્યા છે, તેવો દ્વારા એવરી ડે મીરેકલ નામનું પુસ્‍તક લખાયું છે તે પણ યુવા પેઢીને મદદરૂપ બનશે ,અજય ચોધરી સાથે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંદ્યલ પણ આ પ્રોજેકટમાં માર્ગદર્શન આપી રહ્યા છે

(2:57 PM IST)