News of Friday, 29th November 2024
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટેની ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ આગામી ૨૪ કલાક સુધી બંધ રહેશે
આરોગ્ય વિભાગ દ્વારા ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ને વધુ ક્ષમતા ધરાવતા સર્વર ઉપર તબદીલ કરવાની કામગીરીના કારણે 24 કલાક એપ ઉપલબ્ધ રહેશે નહીં

ગાંધીનગર : ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ના માધ્યમથી કરવામાં આવે છે. હાલમાં ઈ-ઓળખ એપ્લીકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો યુટિલાઈઝેશન રેટ વધી ગયો હોવાથી આ એપ્લીકેશન ધીમી થઇ ગઈ હોવાનું જણાયું હતું.
આ સમસ્યાના નિવારણ લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ને વધુ ક્ષમતા ધરાવતા સર્વર ઉપર તબદીલ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીને ૨૪ કલાક જેટલો સમય લાગતો હોવાથી, આગામી ૨૪ કલાક દરમિયાન ‘એ-ઓળખ એપ્લીકેશન’ ઉપલબ્ધ રહેશે નહિ, જેની નોંધ લેવા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
