News of Friday, 29th November 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં 1581 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 39 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 7,317.59 ટન મગફળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 7,317.59 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં માર્કેટ યાર્ડમા 1581 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1231 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1580 રૂ., ભાવનગરમાં 1521 રૂ., જામનગરમાં 1450 રૂ., તળાજામાં 1428 રૂ., ગોંડલમાં 1251 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,317.59 ટન મગફળીની આવક થઇ છે.


(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
