News of Friday, 29th November 2024
વડોદરાના પાદરાના શિહોર પાસેની કેનાલમાં ગાબડા પડ્યા : તૂટેલી કેનાલમાં પાણી છોડાતા લાખો લીટર પાણીનો વેડફાટ
વીરપુર માઇનર કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા પડતા પાણી જાહેર માર્ગ અને ખેતરોમાં ફરી વળતા હાલાકી

વડોદરા: પાદરાના શિહોર પાસેની કેનાલમાં ગાબડા પડ્યા છે. વીરપુર માઇનર કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા પડ્યા. પાણી જાહેર માર્ગ અને ખેતરોમાં ફરી વળતા હાલાકી થઇ રહી છે. તૂટેલી કેનાલમાં પાણી છોડાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. નર્મદા નિગમની કામગીરી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. કેનાલમાં ઝાડી-ઝાંખર સાફ નહીં કરાતા હોવાની પણ રાવ છે. પાણી ફરી વળતા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. રજૂઆતો બાદ પણ તંત્રએ કામગીરી નહીં કર્યાનો આક્ષેપ થઇ રહ્યો છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
