<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા જયંતિ સરધારાને કોણે સોપારી આપી ?: દિનેશ બાંભણિયા

દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું હતું કે, કોના ફાર્મહાઉસ પર આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું? તેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

અમદાવાદ : ખોડલધામ અને સરદારધામ અંગે નેતાઓની હોબાળો બાદ સમગ્ર વિવાદ વધુ ગરમાયો છે. આવા સંજોગોમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે. દિનેશ બાંભણિયાએ X પર પોસ્ટ કરીને જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા જયંતિ સરધારાને કોણે સોપારી આપી હતી? તે ટૂંક સમયમાં બહાર આવશે. દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું હતું કે, કોના ફાર્મહાઉસ પર આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું? તેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

 

તેણે X પર ટ્વીટ કરીને લખ્યું કે, સમાજના ઉત્થાન માટે કામ કરતી પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે વિખવાદ ઉભો કરવા અને સમાજના બંને સંગઠનોને બદનામ કરવા માટે, જેન્તીભાઈ સરધારાને કોને સોપારી આપવામાં આવી હતી. …અને કયા ફાર્મહાઉસમાં છે તે તમામ વિગતો આગામી સમયમાં સામે આવશે… સમાજમાં ભારે રોષ છે…"

(9:26 PM IST)