News of Saturday, 30th November 2024
સુરત:પર્વત પાટીયા પાસે ટક્કર બાદ ટ્રકની નીચે ઘુસી ગયું મોપેડ : ટાયર વચ્ચે ફસાયેલી યુવતીનો ચમત્કારિક બચાવ
પુરપાટ આવતા ટ્રકે ઠોકર મારતા બન્ને યુવતીઓ મોપેડ સાથે નીચે પટકાઈ :મોપેડ પર પાછળ બેઠેલી નિમિષા યાદવ બચી ગઈ જ્યારે મોપેડ ચલાવતી ઋત્વી મોપેડ સાથે ટ્રકના ટાયર નીચે ફસાઈ ગઈ

સુરત શહેરના પર્વત પાટીયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રકે ઠોકરે ચડાવતા મોપેડ તેના ટાયર નીચે દબાઈ ગયું હતુ. આ અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી મોપેડ સવાર યુવતીનો ચમત્કારિક બચાવ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઋત્વી પટેલ અને નિમિષા યાદવ નામની યુવતી મોપેડ પર પૂણા-પર્વત પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પુરપાટ આવતા ટ્રકે ઠોકર મારતા બન્ને યુવતીઓ મોપેડ સાથે નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં મોપેડ પર પાછળ બેઠેલી નિમિષા યાદવ બચી ગઈ હતી. જ્યારે મોપેડ ચલાવતી ઋત્વી મોપેડ સાથે ટ્રકના ટાયર નીચે ફસાઈ ગઈ હતી.
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોનો રોષ ભાળીને ટ્રક ચાલક પોતાનું વાહન રોડ પર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે ટ્રક નીચે ફસાયેલી ઋત્વીએ બચાવો-બચાવોની બૂમો પાડતાં લોકોએ ટ્રકને ધક્કો મારીને પાછળ ખસેડીને તેને બહાર કાઢી હતી. ટ્રકના ટાયર નીચે ફસાઈ જવાથી ઋત્વીને પગમાં ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તો પૂણા પોલીસ દ્વારા ટ્રકને કબજે લઈને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
