<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

પાટણમાં બાળ તસ્‍કરી મામલે મહિલા આરોપી ૪ દિવસના રિમાન્‍ડ ઉપર

હજુ વધુ આરોપીઓની ધરપકડના ભણકારાઃ આ અગાઉ શિલ્‍પા અને સુરેશ ઠાકોરની ધરપકડ કરી‘તી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા.૩૦: પાટણમાં બાળ તસ્‍કરી મામલે મહિલા આરોપીના ૪ દિવસના રિમાન્‍ડ મંજુર કરવામાં આવી છે. અને હજુ વધુ આરોપીઓની ધરપકડના ભણકારા વાગી રહયા છે. અગાઉ શિલ્‍પા અને સુરેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓએ બાળકને ડીસા પાસે ત્‍યજી દીધુ હતુ. હાલમાં આ બાળક પાલનપુર શિશુગૃહમાં તંદુરસ્‍ત હાલતમાં છે. તેમ એસપી રવિન્‍દ્ર પટેલે જણાવ્‍યું હતું. સુરેશ અને શિલ્‍પાને બાળક આપનાર થરાની સંસ્‍કાર હોસ્‍પિટલના કર્મચારી રૂપસિંહની આ કેસમાં ધરપકડ કરી છે.

આ બનાવમાં બાળકના જન્‍મના ખોટા ડોકયુમેન્‍ટ બનાવવા અંગેની પણ તપાસ થશે. નિષ્‍ઠા હોસ્‍પિટલના ડોકટરે ખોટા ડોકયુમેન્‍ટ બનાવ્‍યા હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે

(4:29 PM IST)