<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

અંતે ગુજરાતમાં નાર્કોટિક્‍સ સેલ રચાયું, સહુ પ્રથમ સુરતથી પ્રારંભ

યુવા પેઢીને ડ્રગ્‍સની ગર્તામાં ધકેલાતા રોકવા વડીલોની રજુઆત આધારે સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા મહત્‍વનો નિર્ણય..હર્ષ સંઘવી દ્વારા પ્રારંભઃ ભોગ બનેલા સંતાનોનાં માતા પિતા આ યુનિટમાં પોતાના સંતાનોને લાવશે, મનોચિક્‍ત્‍સક ખાસ ટીમ સાથે રહી કાઉન્‍સલિંગ કરશે, ગુપ્‍તતા જાળવવા પોલીસ કમિશનર દ્વારા સૂચના : ડ્રગ્‍સના દૂષણ સામે મેદાને પડેલ પીઆઇ અશોક ચોધરી તથા યુનિટ બેની જવાબદારી પીઆઇ અતુલ સોનારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં સાંભળશે

રાજકોટ તા.૨: સમગ્ર ગુજરાતમાં યુવા પેઢીને ડ્રગ્‍સનાં દુષ્‍ણથી દૂર કરવા વડોદરામા પોતાના પ્રથમ કાર્યકાળથી જ હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકોના સહયોગથી જે જંગ કરેલ, અને તે માટે જે ખાસ કીટ વસાવેલ તેની અન્‍ય રાજ્‍યની હાઈકોર્ટ દ્વારા નોંધ લેવાયેલ તે પરંપરા સુરત શહેરમાં ચાલુ રખાવી છે, આ શળંખલામાં ખૂબ કદમ આ દિશામાં માંડ્‍યું છે. આ કદમ એટલે એન્‍ટી નાર્કોટિક્‍સ યુનિટસ

ગુજરાતમાં સહુ પ્રથમ પ્રારંભ થયેલ આ યુનિટ ૧ નની જવાબદારી એસઓજી હેઠળ પીઆઇ અશોક ચોધરીને સુપરત થયેલ છે, સુરતની વસતી ધ્‍યાને રાખી એસઓજી હેઠળ બીજું યુનિટ કાર્યરત ટુંકમાં થનાર છે જેની જવાબદારી ડ્રગ સામે રાંદેર વિસ્‍તારમાં સપાટો બોલાવનાર પીઆઇ અતુલ સોનારાને સુપ્રત કરવાનો નિર્ણય લેવાયો છે, આ બન્ને પીઆઇ આ બાબતે ખૂબ જાગળત છે.

જે યુનીટ ખાતે વ્‍યસનોના ભોગ બનેલ સંતાનોના માતા-પિતા દ્વારા તેઓના સંતાનોને લાવી તેઓનુ એન્‍ટી નાર્કોટિક્‍સ યુનિટમાં ખાસ બનાવેલ ટીમ તથા મનોચીકિત્‍સક દ્વારા જરૂરી કાઉન્‍સીલીંગ કરવામાં આવશે તેમજ વ્‍યસનમાંથી બહાર લાવી ફરી સ્‍વસ્‍થ જીવનની શરૂઆત કરવા પ્રેરવામાં આવશે. તેમજ તેઓની વિગત ગુપ્ત રાખી સુરત શહેરમાં આવેલ વ્‍યસન મુક્‍તિ કેન્‍દ્રોમાં ભરતી કરાવી તેઓની યોગ્‍ય સારવાર કરાવવામાં આવશે. યુનિટ દ્વારા વ્‍યસનના ચુંગલમાં ફસાયેલ યુવાધનને વ્‍યસનમુક્‍ત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ યુનીટમાં કાઉન્‍સીલીંગ માટે આવતા તમામ નાગરીકોની માહિતી ગુપ્‍ત રાખવામાં આવશે.

(11:35 AM IST)