<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ઓક્‍સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રાજકોટમાં અંગ્રેજી શિક્ષણમાં ક્રિટિકલ થિંકિંગ સ્‍કિલ્‍સ વિકાસ માટે શિક્ષક તાલીમ વર્કશોપનું આયોજન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ  : ઓક્‍સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP), જે ઓક્‍સફોર્ડ યુનિવર્સિટીનો એક વિભાગ છે, દ્વારા રાજકોટમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું. આ વર્કશોપનો ઉદ્દેશ્‍ય અંગ્રેજી ભાષા શિક્ષકોની ક્ષમતા વિકસાવવાનો હતો. અંગ્રેજી કક્ષામાં ક્રિટિકલ થિંકિંગ સ્‍કિલ્‍સ વિકાસ શીખનારા માટે વિશ્‍લેષણ, મૂલ્‍યાંકન અને સર્જનાત્‍મકતા પ્રોત્‍સાહિત કરવું શીર્ષક સાથે આ વર્કશોપનું સંચાલન અંગ્રેજી ભાષા શિક્ષણમાં પ્રવિણતા ધરાવતા લેખક અને શિક્ષક, ડો. માલા પાલની દ્વારા કરવામાં આવ્‍યું હતું.  વર્કશોપમાં રાષ્ટ્રીય પાઠ્‍યક્રમ મંચ (NCF-SE-૨૦૨૩)ના માળખામાં અંગ્રેજી ભાષા શિક્ષણના મહત્‍વ પર ભાર મૂકવામાં આવ્‍યો.ડો. માલા પાલનીએ NCF-SE ૨૦૨૩ની સર્વાંગી દ્રષ્ટિ પર ચર્ચા કરી, જેમાં વિદ્યાર્થીઓના શારીરિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્‍કૃતિક અને ભાવનાત્‍મક વિકાસ સાથે શૈક્ષણિક વિકાસને પણ સમાવવામાં આવ્‍યો છે.તેમણે શિક્ષણમાં શિક્ષક તાલીમના મહત્‍વ પર જોર આપીને કહ્યું કે NCF મા ંિવવિધ શૈક્ષણિક સ્‍તર માટેની ક્ષમતા માટે વૈવિધ્‍યપૂર્ણ અભિગમો અપનાવાની જરુર છે. ડો. માલા પાલનીએ કહ્યું અંગ્રેજી કક્ષામાં ક્રિટિકલ થિંકિંગ સ્‍કિલ્‍સના વિકાસ માટેનું આ વર્કશોપ શિક્ષકોને કાર્યક્ષમતા આધારિત શિક્ષણ પદ્ધતિઓ લાગુ કરવા માટે પ્રેરિત કરે છે. વર્કશોપે શૈક્ષણિક મૂલ્‍યાંકન, પ્રોજેક્‍ટ આધારિત શીખવણ અને સંવેદનશીલ પદ્ધતિઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું, જે શિક્ષણમાં સર્વાંગીતા, સર્જનાત્‍મકતા અને ભાષા પ્રાવિણ્‍યને પ્રોત્‍સાહિત કરે છે. આ અભિગમ વર્ગખંડોને વધુ સંવેદનશીલ અને સાહિત્‍યિક બનાવવા માટે શિક્ષકોને સજ્જ કરે છે.

(3:45 PM IST)